સગર્ભા અને ધાત્રી માતાઓ સાયબર ગઠીયાઓની છેતરપિંડીનો ભોગ બની
સરકારી સહાયના નામે લિન્ક મોકલાવી બેંકના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા

ગઠીયાઓના નિશાને સગર્ભા

ગઠીયાઓના નિશાને સગર્ભા
ગુજરાતમાં સાયબર ગઠીયાઓ હવે સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે પણ છેતરપિંડી કરી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં 4 થી 5 જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓ સાયબર ગઠીયાઓનો ભોગ બની છે. સરકાર દ્વારા આપવામાં આવતી રૂપિયા 12 હજારની સહાયના નામે લિન્ક મોકલાવી બેંકના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાના કિસ્સા બન્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના ધણપ ગામમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિરાટસિંહ રાણા નામના અરજદારના ભાભીને સરકારી સહાય માટે ફોન કરી સાયબર ગઠિયાઓએ વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલી તમામ વિગતો મેળવી ગૂગલ-પે મારફતે સહાયની રકમ મોકલવાના બહાને ઓનલાઈન લિન્ક મોકલી હતી. આ લિન્ક ઉપર ક્લિક કરતાં સગર્ભાના એકાઉન્ટમાંથી 4,498 રૂપિયા ઉપડી ગયા હતા. ધણપ ગામમાં આવા એક બે નહી પણ 4 થી 5 કેસ નોંધાયા છે.
ફરિયાદીએ જણાવ્યુ કે, મારા ભાભીએ 29 ડિસેમ્બરના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેથી સરકારી સહાય મેળવવા ધણપ આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવી હતી. જેમાં મારો નંબર રજિસ્ટર કરાવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ આંગણવાડીમાં નોંધાવેલી આધારકાર્ડ સહિતની વિગતો સામેથી કહી આંગણવાડીનાં બહેનનું નામ લીધું હતું. તેણે 12-13 હજાર રૂપિયાની સહાય મળી કે નહીં તેની વિગતો પૂછી હતી. તેથી ના પાડતા તેણે ગૂગલ પે મારફત સહાયનો પહેલો હપ્તો મોકલી આપવાની વાત કરી ખાતામાં બેલેન્સની પૂછપરછ કરી એક લિંક મોકલી હતી.
આ લિન્ક ઉપર ક્લિક કરતાં રકમ જમા થવાના બદલે મારા ખાતામાંખી 4498 રૂપિયા ઉપડી ગયા હતા. બાદમાં સામાવાળી વ્યક્તિએ બીજા હપ્તા પેટે 7 હજારનું કહીને 70 હજારની ગૂગલ-પેની લિન્ક મોકલી હતી. તેથી શંકા જતાં છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ કરી છે. અમારા ગામમાં બીજા ચારથી પાંચ લોકો સાથે ઠગાઈ થઈ છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સગર્ભા માતાઓને ગર્ભાવસ્થા નોંધણી 6 માસ પૂર્ણ થયા બાદ પ્રસૂતિ સમયે અને બાળકના સંપૂર્ણ રસીકરણ બાદ તબક્કાવાર 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ સહાય માટે માતાઓએ સરકારી આરોગ્ય કેન્દ્ર, ફિમેલ હેલ્થ વર્કર અને આંગણવાડી વર્કરનો સંપર્ક કરવાનો હોય છે. ત્યારે સગર્ભા-ધાત્રી માતાઓનો સરકારી ડેટા સાયબર ગઠિયાઓ સુધી કેવી રીતે પહોંચ્યો તે તપાસનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.