આજથી અમદાવાદમાં પ્રિ-બોર્ડ શરૂ
1100 સ્કૂલના 90 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા, બોર્ડની પેટર્નથી જ પરીક્ષા લેવાઈ

બોર્ડની પેટર્નથી જ પરીક્ષા લેવાઈ

બોર્ડની પેટર્નથી જ પરીક્ષા લેવાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહથી શરૂ થવાની છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવાના છે, જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય તે માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEO દ્વારા પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કર્યું છે.
આજથી શરૂ થયેલી પ્રિલિમ પરીક્ષા બોર્ડની પેટર્નથી જ લેવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર અને સેન્ટ્રલાઈઝ પ્રશ્નપત્ર આપવામાં આવ્યા છે. 90 હજારથી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે.
અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડની પરીક્ષા અગાઉ પ્રિ બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત જ્યારે બોર્ડની પરીક્ષા આપે છે, ત્યારે પરીક્ષામાં કોઈ ભૂલ ના થાય,વિદ્યાર્થીઓનો ડર દૂર થાય તથા એક અનુભવ થાય તે માટે પ્રિ-બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે.
પ્રિ-બોર્ડની પરીક્ષા બોર્ડની પેટર્ન મુજબ જ લેવામાં આવી રહી છે. આજે પ્રથમ પરીક્ષાના દિવસે અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરી નવરંગપુરાની એ. જી. ટીચર્સ હાઈસ્કૂલમાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને ફુલ આપીને સ્વાગત કર્યું હતું. જ્યારે ગ્રામ્ય DEO કૃપા ઝા રાણીપની ગીતા હાઈસ્કૂલમાં હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અને ઉત્તરવહીનું મહત્વ સમજાવી પરીક્ષા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
વિદ્યાર્થીઓના અનુભવ અને બોર્ડનો ડર દૂર થાય તે માટે આજે પરીક્ષા યોજવામાં આવી છે. આ પરીક્ષા 23 જાન્યુઆરી સુધી ચાલશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.