વડોદરામાં વીજ વાયરોમાં પતંગ-દોરા ભરાવાથી ઠેર-ઠેર વીજળી ગુલ
બે દિવસમાં 1400 જેટલી ફરિયાદો

ઠેર-ઠેર વીજળી ગુલ

ઠેર-ઠેર વીજળી ગુલ
ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે પતંગ અને દોરા ફસાવાના કારણે વીજ લાઈનો ટ્રિપ થવાથી શહેરમાં ઠેર-ઠેર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉભી થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન વીજ કંપનીની સબ ડિવિઝન ઓફિસો અને સેન્ટ્રલ હેલ્પલાઈનને બે દિવસમાં વીજ પુરવઠો બંધ થવાની 1400 જેટલી ફરિયાદો અલગ અલગ વિસ્તારોમાથી મળી હતી.
સૂત્રોનું કહેવું છે કે, સામાન્ય દિવસોમાં રોજની સરેરાશ 300 જેટલી વીજ પુરવઠો બંધ થવાની ફરિયાદો મધ્ય ગુજરાત વીજ કંપનીને શહેરમાથી મળતી હોય છે. જ્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન વડોદરામાંથી 1400 જેટલી એટલે કે રોજ કરતા બમણી ફરિયાદો વીજ કંપની પાસે આવી હતી. જેમાંથી મોટાભાગના કેસમાં દોરા અને પતંગો વીજ વાયરોમાં ભરાઈ જવાના કારણે લાઈનો ટ્રિપ થવાથી વીજ સપ્લાય બંધ થયો હતો.
જોકે ઉત્તરાયણને અનુલક્ષીને વીજ કંપનીએ પણ પહેલેથી જ તકેદારી રાખીને વિવિધ વિસ્તારોના સબ ડિવિઝનમાં 46 ટીમો ઉપરાંત 15 ક્વિક રિસ્પોન્સ ટીમો તૈનાત રાખી હોવાથી મોટાભાગની ફરિયાદોનો ઝડપથી નિકાલ આવી ગયો હતો.
વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડોદરામાં અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલનું નેટવર્ક વધ્યું હોવાથી દોરા અને પતંગોના કારણે વીજ પુરવઠો બંધ થવાની ફરિયાદોમાં અગાઉના વર્ષો કરતા ખાસ્સો ઘટાડો થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.