સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસની દાદાગીરી, હોટલ સંચાલક સાથે મારામારીનો વીડિયો વાયરલ
સુરતના લાલગેટ વિસ્તારમાં મોડા સુધી હોટલ ખૂલી રાખવાના મામલે પોલીસે હોટલ સંચાલકને મારામારી કરી અને અશ્લીલ ગાળીઓ આપી, જેનો વીડિયો વાયરલ થયો છે.

વીડિયો વાયરલ

વીડિયો વાયરલ
સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસના દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટના એ છે કે, એક હોટલ મોડા સુધી ખુલ્લી રહેતા, ત્યાં પહોંચેલી પોલીસ દ્વારા દુકાનદારને મારમારી કરવામાં આવી.
પોલીસના આ વર્તનને જોઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જાણે કોઈ અસામાજિક તત્વો હોય તે રીતે પોલીસ કર્મચારીએ હોટલ સંચાલક સાથે વર્તન કર્યું હતું. દુકાનમાં ઘુસતાં જ પહેલા એક વ્યક્તિને તમાચો મારી દેવામાં આવ્યો અને ત્યારબાદ એક કારીગરને સતત 3 તમાચા મારવામાં આવ્યા હતા.
વીડિયો અનુસાર, પોલીસ કર્મચારી હોટલમાં ઘુસીને હોટલ સંચાલકને તેની માઁ અને બહેન અંગે અશ્લીલ અને અભદ્ર ગાળો આપી હતી. આ સમગ્ર ઘટના ઝડપથી સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે અને અનેક ચર્ચાઓ જગાવતી બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!