1 ઓગસ્ટથી નવી નોકરીમાં જોડાયેલા લોકોને મળશે 15,000
1 ઓગસ્ટથી EPFO સાથે પ્રથમવાર નોંધાયેલા કર્મચારીઓને સરકાર તરફથી15,000ની પ્રોત્સાહક સહાય

EPFO સાથે પ્રથમવાર કર્મચારીઓને 15,000ની પ્રોત્સાહક સહાય

EPFO સાથે પ્રથમવાર કર્મચારીઓને 15,000ની પ્રોત્સાહક સહાય
શ્રમ અને રોજગાર મંત્રાલયે મહત્વની જાહેરાત કરી છે કે, ભારત સરકાર 1 ઓગસ્ટ 2025થી PM વિકાસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ એ નવા કર્મચારીઓને રૂપિયા 15,000ની સહાય આપશે જેઓ પ્રથમવાર EPFO સાથે નોંધાશે.
આ યોજના પહેલાં Employment Linked Incentive (ELI) સ્કીમ તરીકે ઓળખાતી હતી. આ યોજના માટે મંત્રાલયે રૂપિયા 99,446 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે.
PM-VBRY યોજના અંતર્ગત, નોકરી શરૂ કરનારાઓને 2 હપ્તામાં કુલ રૂપિયા15,000 સહાય આપવામાં આવશે. પ્રથમ હપ્તો નોકરી શરૂ થયાના 6 મહિનાના પછી આવશે. બીજો હપ્તો 12 મહિનાની સતત નોકરી અને ફાઈનાન્શિયલ સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી આવશે.
આ યોજનાનો હેતુ માત્ર રોજગારી વધારવાનો જ નહિ પરંતુ લોકોમાં બચત કરવાની આદત વિકસાવવાનો પણ છે. સરકારનું કહેવુ છે કે, પ્રોત્સાહન રકમનો એક ભાગ નિર્ધારિત સમયગાળા માટે બચત ખાતા અથવા અન્ય સેવિંગ્સ ઇન્સ્ટ્રુમેન્ટમાં જમા કરવામાં આવશે, જે કર્મચારી પછીથી ઉપાડી શકે છે.
મહત્વપૂર્ણ મુદ્દા
આ યોજના રૂપિયા 1 લાખ સુધીના પગાર ધરાવતા લોકો માટે છે. નાણાકીય સહાય DBT (Direct Benefit Transfer) માધ્યમથી ABPS (Aadhaar Based Payment System) દ્વારા આપવામાં આવશે. નિયુક્તાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, જેમને 6 મહિના સુધી સતત કામ કરાવતા નવા કર્મચારીઓ માટે દર મહિને રૂપિયા 3,000 મળે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે આ સહાય ત્રીજા અને ચોથી વર્ષ સુધી પણ મળશે.
નિયુક્તા માટેની શરતો
જો કોઈ પાસે 50થી ઓછા કર્મચારીઓ હોય તો ઓછામાં ઓછા 2 નવા કર્મચારીઓની ભરતી કરવી પડશે. 50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓએ ઓછામાં ઓછા 5 નવા કર્મચારીઓની ભરતી કરવી પડશે.
યોજનાનું લક્ષ્ય આગામી 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ રોજગારીઓનો સર્જન કરવાનું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!