PM મોદી ગુજરાત પ્રવાસે, બિહારીઓનું અભિવાદન ઝીલશે
₹9,700 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે અને બિરસા મુંડા જયંતિમાં વિશેષ હાજરી આપશે..

PM મોદી ગુજરાત પ્રવાસે

PM મોદી ગુજરાત પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેઓ વિકાસ અને આદિવાસી ગૌરવની ઉજવણી કરતા વ્યસ્ત કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. PM મોદીએ સૌપ્રથમ સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ હેલિકોપ્ટર દ્વારા અંત્રોલી ખાતેના નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી અને પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી. આ મુલાકાત દરમિયાન, PM મોદીએ ખાસ ટ્રેક મશીનમાં બેસીને મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોરના કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું, જે રાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ 'ડ્રીમ પ્રોજેક્ટ'માંનો એક છે.
બિરસા મુંડા જયંતિ પર ₹9,700 કરોડના પ્રોજેક્ટસમીક્ષા બાદ વડાપ્રધાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જવા રવાના થયા, જ્યાં તેઓ બપોરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીમાં ભાગ લેશે. આ ઐતિહાસિક પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુના વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારો માટેની યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
નવા પ્રોજેક્ટ્સ: ₹2,320 કરોડથી વધુના ખર્ચે 50 નવી એકલવ્ય મોડલ રહેણાક શાળાઓ (EMRS)નો શિલાન્યાસ કરાશે.
કનેક્ટિવિટી: ગુજરાતના 14 આદિવાસી જિલ્લાઓ માટે 250 બસોને લીલી ઝંડી અપાશે, તેમજ 748 કિલોમીટરના નવા રસ્તાઓનો શિલાન્યાસ કરાશે.
ડેડિયાપાડામાં ઉત્સવનો માહોલ અને રોડ શોPM મોદીના આગમનને લઈને નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ઉત્સવનો માહોલ છવાયો છે. વડાપ્રધાનને આવકારવા રાજ્યભરમાંથી આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. રોડ શો દરમિયાન, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી સમુદાયના લોકો પોતાની આગવી શૈલીમાં દેશી ઢોલના તાલે નૃત્ય કરીને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવશે, જેમાં વાંસદા-તાપીના ડોંગરી નૃત્યોનો પણ સમાવેશ થાય છે. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે આજના દિવસને ઐતિહાસિક ક્ષણ ગણાવ્યો હતો. આ કાર્યક્રમમાં સાધુસંતોની પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી રહી છે.
પ્રવાસમાં ફેરફાર: સુરત એરપોર્ટ પર બિહારીઓનું અભિવાદન
PM મોદીના ગુજરાત પ્રવાસમાં એક મહત્વનો ફેરફાર કરાયો છે. સાંજે દિલ્હી જવા રવાના થતાં પહેલાં, તેઓ સુરત એરપોર્ટની બહાર બિહારના વતનીઓનું અભિવાદન ઝીલશે. સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીની રજૂઆત બાદ પીએમ મોદીએ આ માટે સહમતિ આપી છે. અંદાજે 10થી 15 હજાર બિહારના લોકો સાંજે 4 વાગ્યે PM મોદીના સ્વાગતમાં જોડાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?