પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા અને અહીં દેશના પ્રથમ 9000 HPના ઈલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કર્યું. આ સાથે તેમણે આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઈનોના ડબલિંગ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તન સહિત કુલ 23,292 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કરાયું.
આ ઉપરાંત, મહીસાગર અને દાહોદ જિલ્લાના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરુ પાડવા માટે રૂપિયા 181 કરોડના ખર્ચે ચાર જૂથ પાણી પુરવઠા યોજનાઓનું પણ લોકાર્પણ કર્યું. આ યોજનાઓ 193 ગામડાઓ અને એક શહેરને આવરી લે છે, જ્યાં 100 LPGD પાણી પુરવઠો ઉપલબ્ધ થશે.
પ્રધાનમંત્રી મોદીએ દાહોદના ખારોડમાં જાહેર સભાનું સંબોધન કર્યું અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા રૂપિયા 24,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. ત્યારબાદ તેઓ સોમનાથ-અમદાવાદ વચ્ચે ચાલી રહેલી ‘વંદે ભારત’ ટ્રેનને લીલી ઝંડી પણ આપી.
આ પ્રસંગે 'મેક ઇન ઇન્ડિયા' યોજનાના અંતર્ગત દાહોદમાં રૂપિયા 21,000 કરોડથી વધુના ખર્ચે સ્થાપિત રેલ્વે ઉત્પાદન એકમનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી દ્વારા કર્યું. આ તમામ કામગીરીથી દાહોદ અને આસપાસના વિસ્તારોમાં બાહ્ય વિકાસ અને જીવનશૈલીમાં સુધારો થશે.