કૃષિ યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર લીકનો હોબાળો
અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો, વિદ્યાર્થીઓ કરી પેપર રદની માંગ
વધુ એક પરીક્ષાનું પેપર ફુટ્યું?
વધુ એક પરીક્ષાનું પેપર ફુટ્યું?
ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા આજે (21 સપ્ટેમ્બર) જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની પરીક્ષા લેવાઈ હતી, જેમાં અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા લિટલ બર્ડ સ્કૂલના કેન્દ્ર પર ભારે હોબાળો થયો. ઉમેદવારોએ પેપર લીક થવાનો અને પરીક્ષાના નિયમોનો ભંગ થવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
નિયમોનો ભંગ અને ઉમેદવારોનો રોષઉમેદવારોના જણાવ્યા અનુસાર, તેમને પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં ઘણું મોડું પ્રશ્નપત્ર અને ઓએમઆર શીટ આપવામાં આવી હતી. એક ઉમેદવારે કહ્યું કે, "અમને ઓએમઆર શીટ 2:05 મિનિટે આપવામાં આવી, જ્યારે તે દોઢથી પોણા બે વાગ્યાની વચ્ચે મળી જવી જોઈતી હતી." આ ઉપરાંત, ઉમેદવારોએ વધુ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે સુપરવાઈઝર ક્લાસમાં પેપરનું બંડલ ખોલવાને બદલે ખુલ્લાં પેપર લઈને ફરતા હતા, અને પેપર ઓછા હોવાનું બહાનું કાઢ્યું હતું.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મુજબ, વિશ્વની સૌથી મોટી પરીક્ષા ભારતમાં યોજાય છે, જેમાં લાખો વિદ્યાર્થીઓ એક સાથે પરીક્ષા આપે છે. આવી મોટી પરીક્ષામાં પારદર્શિતા અને નિયમોનું પાલન અત્યંત જરૂરી છે, જેથી ઉમેદવારોનો વિશ્વાસ જળવાઈ રહે.
તાત્કાલિક તપાસની માગ અને ભવિષ્ય પર સવાલઆ ઘટનાથી રોષે ભરાયેલા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કર્યું અને તાત્કાલિક તપાસ કરીને ન્યાયની માગ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષાઓની સુરક્ષા અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?