ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક
વર્તમાન મુખ્ય સચિવ રાજકુમાર થશે 31 જાન્યુઆરીએ નિવૃત્ત

વર્તમાન મુખ્ય સચિવ રાજકુમાર થશે 31 જાન્યુઆરીએ નિવૃત્ત

વર્તમાન મુખ્ય સચિવ રાજકુમાર થશે 31 જાન્યુઆરીએ નિવૃત્ત
ગુજરાત સરકારે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરી છે. હાલના મુખ્ય સચિવ રાજકુમાર 31 જાન્યુઆરીએ નિવૃત્ત થતા હોવાથી તેઓ નિવૃત થયા બાદ પકંજ જોશી ચાર્જ સંભાળશે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા IAS પંકજ જોશીની રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરી છે. પંકજ જોશીની બદલી અને બઢતી સાથે રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન મુખ્ય સચિવ રાજકુમાર વહીવટી સેવામાંથી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત પંકજ જોશી અગાઉ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી સહિતની જગ્યાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં M.Phil સાથે તેઓ ઉત્તિર્ણ થયાં છે. ત્યારબાદ તેઓ ગુજરાત સરકારના વરિષ્ઠ IAS અધિકારી તરીકે તેઓ કાર્યરત થયા હતા.
પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે. જેઓ ભારતીય સનદી સેવા IAS ની 1989ની બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના ACS રહી ચૂક્યા છે. પ્રાંત અધિકારીથી શરૂઆત કરીને તેઓ સુરત કલેક્ટર અને સુરત મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે. તેઓ 31 જાન્યુઆરીથી રાજ્યના મુખ્ય સચિવ બની રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.