અમદાવાદમાં પેટ ડોગ માટે હવે રજીસ્ટ્રેશન ફી 500 રૂપિયા ભરવી પડશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પેટ ડોગ રજીસ્ટ્રેશન ફી રૂપિયા 200માંથી વધારી રૂપિયા 500 કરી છે; ઓનલાઈન ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી ફરજિયાત.

પેટ ડોગ માટે હવે રજીસ્ટ્રેશન ફી

પેટ ડોગ માટે હવે રજીસ્ટ્રેશન ફી
અમદાવાદમાં ઘરેલું શ્વાનો (પેટ ડોગ્સ) રાખનાર માટે મહત્વપૂર્ણ સમાચાર છે. હવે આની માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને તેની ફીમાં પણ મોટો વધારો થયો છે. આ અગાઉ જે ફી માત્ર 200 રૂપિયા હતી, હવે તે 500 રૂપિયા કરવામાં આવી છે.
મ્યુનિસિપલનો નિર્ણય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા પેટ ડોગ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 31 મે સુધીમાં 15,504 પાલતુ શ્વાનોનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે. હવે નવી નીતિ હેઠળ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે અને 500 રૂપિયા ફી ચુકવવી પડશે.
ફી કેવી રીતે ભરવી?
ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરવાનું રહેશે, જેમાં અરજદારની વિગતો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. પછી પેમેન્ટ પોર્ટલ પર જઈને ફી ભરી શકાય છે. જો વધુ માહિતી કે ચકાસણીની જરૂર હોય તો CNCD વિભાગ (જમાલપુર જગન્નાથ મંદિર સામે)માં સંપર્ક કરી શકાય છે.
ફી ભરવા જરૂરી દસ્તાવેજો
ફી ભરવા માટે અરજદારનું આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ, ટેક્સ બીલ, લાઇટ બીલ, પેટ ડોગના ફોટોગ્રાફ, શ્વાન રાખવાના સ્થળના ફોટોગ્રાફની આવશ્યકતા રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!