વેપારીઓના GST ડેટાનું ઓનલાઇન વેચાણ: દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ
ડેટાનું વેચાણ કરનાર 'ડેટા સોલ્યુશન' ગેંગનું દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડા બન્યું હબ

સુરત CA એસોસિએશને નાણામંત્રીને પાઠવ્યો પત્રઃ 10 હજારના પેકેજમાં વેચાય છે GST ડેટા

સુરત CA એસોસિએશને નાણામંત્રીને પાઠવ્યો પત્રઃ 10 હજારના પેકેજમાં વેચાય છે GST ડેટા
વેપારીઓના GST ડેટાનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યાનું કૌભાંડ બહાર આવ્યુ છે. ડેટાનું વેચાણ કરનાર 'ડેટા સોલ્યુશન' ગેંગનું દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડા હબ બન્યું હોવાનું સામે આવ્યુ છે. સુરત CA એસોસિએશને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર પાઠવી દેશવ્યાપી રેકેટ ચાલતું હોવાનો પર્દાફાશ કર્યો છે. રૂપિયા 10 હજારના પેકેજમાં GST ડેટાનું વેચાણ થઈ રહ્યું છે. ખરીદ-વેચાણ, ઇ-વે બિલ અને ઇન વોઇસના રીતસર ભાવ બોલાઈ રહ્યો છે.
દેશના વેપારીઓના GST ડેટાનું વેચાણ થઈ રહ્યાનું રેકેટ બહાર આવ્યું છે. ડેટાના વેચાણ માટે કંપનીની જેમ દલાલો ઓફિસો ખોલીને બેઠા છે. દિલ્હી અને ગાઝિયાબાદથી સમગ્ર કાંડ ચલાવવામાં આવી રહ્યું છે. આ દલાલો એક અઠવાડિયું કે મહિનાના ડેટા આપવાની જગ્યાએ ડેટા લેવા હોય તેને ત્રણ કે છ મહિનાના પેકેજ આપી રહ્યા છે. વેપારીઓના ડેટા અનુસાર 5 હજાર, 7 હજાર અને 20 થી 25 હજારનો ભાવ ચાલી રહ્યો છે. સુરત CA એસોસિએશને દિલ્હી સ્થિત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસનું ધ્યાન દોર્યું છે.
GST ડેટાનું વેચાણ કરતાં દલાલ અને વેપારીની વોટ્સએપની ચેટિંગ વાયરલ થઈ છે. જેમાં દલાલ વેપારી સાથે નોર્મલ ડોમેસ્ટિક ડેટા અને ઈ-વે (HSN કોડ સાથે) સાથેના ડેટાની વાત કરી રહ્યો છે. જનરલ સેલ્સ ડેટાનો ભાવ તેણે એક GST નંબરના 3 મહિનાનો ડેટા 16 હજાર, 6 મહિનાનો ડેટા 26 હજાર અને 12 મહિનાનો ડેટા 33 હજારનો આપ્યો હતો. HSN કોડ સાથેનો જનરલ ડોમેસ્ટિક ડેટાનો એક GST નંબરનો ડેટા 3 મહિના માટે 20 હજાર, 6 મહિના માટે 28 હજાર અને એક વર્ષ માટે 38 હજારનો ભાવ કહ્યો હતો. ડેટા માટે 50 ટકા એડવાન્સ રકમ ચુકવવા અને 50 ટકા ડેટા મળી જાય પછી પેમેન્ટ કરવા દલાલે કહ્યુ હતુ. દલાલે ખરાઈ કરવા માટે કેટલીક એન્ટ્રીઝ અથવા સ્ક્રીનશોટ્સ મોકલવાનો પણ દાવો કર્યો હતો.
સુરત CA એસોસિએશનના પ્રમુખ હાર્દિક કાકડિયાએ કહ્યું હતું કે, હદ તો ત્યા થાય છે કે વોટ્સએપ ચેટિંગમાં દલાલ ટોળકી પેમેન્ટ માગે છે તેના ઉપર પણ GST લગાવે છે. ચોરેલા ડેટા પર પણ GST માગીને દેશના વહીવટીતંત્રની ક્રૂર મજાક કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યુ કે, GST ડેટા વેચાઈ રહ્યા હોવાની સાથે બીજી અનેક ગંભીર સમસ્યાઓ પણ છે. આ સમસ્યાઓનો નિકાલ નહી કરવામાં આવે તો ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ નિષ્ફળ સુધારાનું રાષ્ટ્રીય સ્મારક બની જશે. અમે માત્ર ખાતરીઓ નહીં પણ નક્કર કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છીએ.
સુરત CA એસોસિએશનના કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ એક વેપારી અન્ય વેપારીના ડેટા ખરીદી રહ્યા છે. જે શહેરમાં નવો ધંધો ચાલુ કરવો હોય તેવા વેપારી અન્ય સફળ વેપારીની ધંધાની મોડસ ઓપરેન્ડી જાણવા માટે દલાલોનો સંપર્ક કરે છે. આ ફર્મ કંપની માત્ર ને માત્ર ડેટાની આપ-લે કરતી છે. આવા વેપારીઓના GSTR-1 કે જેમાં વેચાણના ડેટા હોય છે તેની આખી PDF વેચાણ કરવામાં આવે છે. ખરીદીની સાથે એ જ રીતે ઇ-વે બિલના ડેટા વેચાઈ રહ્યા છે અને ઇનવોઇસના કેસમાં એક એક ઇનવોઇસનું પાંચ હજારમાં વેચાણ થઈ રહ્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!