શિક્ષકોને ફરી બિનશૈક્ષણિક કામગીરીમાં લગાડ્યા
શિક્ષકોને VVIP ભોજન વ્યવસ્થા માટેબોલાવ્યા બિનશૈક્ષણિક કામગીરી સોંપવાનો વિવાદ

બિનશૈક્ષણિક કામગીરી

બિનશૈક્ષણિક કામગીરી
ગુજરાતના શિક્ષકો ફરી એકવાર પોતાના મુખ્ય કાર્યક્ષેત્ર એટલે કે શિક્ષણથી ભટકી ને ભોજન વ્યવસ્થાના મેનેજર બનવા માટે મજબૂર બન્યા છે. જસદણના પ્રાંત નાયબ કલેક્ટર દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, 30 જેટલા શાળા શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરે આગામી કાર્યક્રમ દરમિયાન VVIP માટે ભોજન વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપાઈ છે.
આ નિર્ણયથી શિક્ષણ વિભાગમાં ફરીવાર એકવાર નારાજગી અને ચર્ચા સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલો પ્રસંગ નથી, આ અગાઉ પણ રાજ્યમાં અનેકવાર શિક્ષકોને શૈક્ષણિક કાર્યો સિવાયની બિનશૈક્ષણિક કામગીરી માટે ઉપયોગમાં લેવાયા છે. તેમાં તીડ ઉડાવવા, શૌચાલય ગણવા, સરકારની સભા માટે લોકોને લાવવા જેવી કામગીરીનો પણ સમાવેશ થાય છે.
શિક્ષણકાર્યની અસરથી પીડાતા શિક્ષકો માટે આ સ્થિતિ ન નવી છે કે અજાણી. જિલ્લા કે તાલુકા સ્તરે બિનશૈક્ષણિક કામગીરી અંગે અગાઉ પણ મજબૂત વિરોધ થયેલો છે, જેમાં શિક્ષક સંઘોએ સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે. છતાં, શિક્ષકોને વારંવાર શિક્ષણ ઉપરાંતના કાર્યો માટે ફરજ પર મૂકી દેવામાં આવે છે.
શિક્ષકોના સંગઠનોનો મત છે કે, શિક્ષકો શિક્ષણ માટે છે, વહીવટ કે સભાઓ માટે નહિ. શિક્ષકોનેબિનશૈક્ષણિક કામગીરીમાં જોડવાથી શાળાઓના શિક્ષણ કાર્ય પર સીધી અસર પડે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!