જામનગરમાં જૂની RTO કચેરી તોડી પાડવાનું કામ શરૂ, તળાવથી સાત રસ્તા સુધી બનશે નવો માર્ગ
જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની RTO કચેરી સહિતની સરકારી બિલ્ડિંગોને તોડવાની કામગીરી શરૂ કરી.

જામનગરમાં જૂની RTO કચેરી તોડી પાડવાનું કામ શરૂ

જામનગરમાં જૂની RTO કચેરી તોડી પાડવાનું કામ શરૂ
જામનગર શહેરમાં લાખોટા તળાવની પાળથી 7 રસ્તા સર્કલ સુધી સીધો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મહત્વના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે હવે માર્ગમાં અવરોધક બની રહેલી અનેક સરકારી ઇમારતો તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ગઈકાલે બપોરથી ખાસ કામગીરી હાથ ધરાઈ અને જૂની RTO કચેરીના બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું. આ પ્રક્રિયા માટે જયસિબી અને હિટાચી જેવી ભારે મશીનોનો ઉપયોગ થયો હતો.
આમ, આગામી સમયમાં અન્ય સરકારી કચેરીઓને પણ હટાવીને રોડનું નિર્માણ કાર્ય આગળ ધપાવવામાં આવશે. નવો માર્ગ સધારો રુટ પૂરો પાડશે, જે લાખોટા તળાવની પાળથી સીધા સાત રસ્તા સુધી પહોંચવાની સગવડતા કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!