ધર્માંતરણ મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન
હિન્દુ વસ્તી ઘટી રહી છે, ખ્રિસ્તીઓ ફોસલાવીને ધર્માંતરણ કરાવે છે: નીતિન પટેલ

નીતિન પટેલ

નીતિન પટેલ
ગુજરાતમાં ધર્માંતરણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં ધર્મ પરિવર્તન મુદ્દે એક મોટું નિવેદન આપીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્યમાં ખ્રિસ્તીઓની સંખ્યા સતત વધી રહી છે.
મહેસાણાના કડી સ્થિત બુડાસણ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલમાં ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં નીતિન પટેલે હાજરી આપી હતી અને આ સંવેદનશીલ મુદ્દે વાત કરી હતી.
વસ્તી વિભાજન અને ધર્માંતરણનો પ્રયાસ :
નીતિન પટેલે જણાવ્યું કે છેલ્લા ત્રણથી ચાર દાયકાથી હિન્દુઓની વસ્તી ઘટી રહી છે, જેનું એક કારણ આંતરિક વિભાજન છે. તેમણે મુસ્લિમ ધર્માંતરણને ખ્રિસ્તી ધર્માંતરણથી અલગ ગણાવતા કહ્યું કે, મુસ્લિમ પક્ષ હિંસક, આતંકવાદી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ દ્વારા વર્ચસ્વ જમાવવા પ્રયાસ કરે છે, જ્યારે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો લલચાવી, હાથ ફેરવી અને પટાવીને ધર્માંતરણ કરાવે છે.
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આ બંને પક્ષોનું લક્ષ્ય એક જ છે: ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા અને હિન્દુ ધર્મ પર પોતાનું વર્ચસ્વ જમાવવું
'ચાલાકીથી' ધર્મ પરિવર્તનનું કામ :
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો કે ખ્રિસ્તી મિશનરીઓ ખૂબ જ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. તેઓ શાળા ખોલે છે, કપડાંનું વિતરણ કરે છે, દવાખાના અને હોસ્ટેલો શરૂ કરે છે, જેના માધ્યમથી તેઓ લોકોને પ્રભાવિત કરીને ધર્મ પરિવર્તન કરાવે છે.
પડાલીયાકાંડ પર પ્રતિક્રિયા :
આ ધર્માંતરણના નિવેદન ઉપરાંત, નીતિન પટેલે અંબાજીના પડાલીયાકાંડની ઘટના અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ પ્રશ્નને ખૂબ જ સંવેદનશીલ ગણાવ્યો અને કહ્યું કે માત્ર પોલીસ કાર્યવાહીથી મામલો શાંત નહીં થાય. આદિવાસી સમાજમાં રહેલા 'ચડોતરા'ના રિવાજને ધ્યાનમાં રાખીને, તેમને પ્રેમથી સમજાવવા અને સામાજિક રીતે કામ કરવાની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?