વલભીપુર વૃદ્ધ કેસમાં નવો વળાંકઃ રબારી સમાજ મેદાને!
પાટીદાર સમાજ સુરતથી 100 ગાડી લઈને આવે તો અમે 500 ગાડી ભેગી કરીશુઃ વિહોતર ગૃપ
આરોપી યુવક સામે લૂંટનો ગુનો નોંધવા સામે રબારી સમાજે વિરોધ કરી આંદોલનની ચીમકી આપી
આરોપી યુવક સામે લૂંટનો ગુનો નોંધવા સામે રબારી સમાજે વિરોધ કરી આંદોલનની ચીમકી આપી
ભાવનગરના વલભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં પાંચ દિવસ અગાઉ પાટીદાર સમાજના વૃદ્ધને માર મારવા મામલે નવો વળાંક આવ્યો છે. આરોપી યુવક સામે લૂંટનો ગુનો નોંધવા સામે રબારી સમાજે વિરોધ કરી આંદોલનની ચીમકી આપી છે. જ્યારે પાટીદાર સમાજ સુરતથી 100 ગાડી લઈને આવે તો અમ 500 ગાડી ભેગી કરીશું તેવી વિહોતર ગૃપના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. જેના કારણે વલભીપુર પંથકમાં તણાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં 7 ઓગસ્ટના રોજ અરજણ દિહોરા નામના વૃદ્ધ પાટીદારને રબારી સમાજના રાજુ ઉલવા નામના યુવકે કોદાળીના હાથાથી માર માર્યો હતો. બીજા દિવસે સુરતથી 100 કાર સાથે પાટીદારો કાળાતળાવ પહોંચીને સભા યોજી હતી. આરોપીનું પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાતાં રબારી સમાજમાં રોષ વ્યાપ્યો હતો.
વિહોતર ગૃપના ગોકુલ કરમટિયાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી રબારી સમાજને હાકલ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, પાટીદાર સમાજ સુરતથી 100 ગાડી સાથે કાળાતળાવ આવી શકતો હોય તો આપણે તો સ્થાનિક છીએ. કમસે કમ 500 ગાડી તો ભેગી થવી જ જોઈએ. રાજકારણમાં જોડાયેલા પાટીદારોએ પોલીસ પર દબાણ લાવી પાછળથી સમાજના યુવક સામે લૂંટનો ખોટો કેસ કર્યો છે. રબારી સમાજે જાગવું પડશે. આ કેસ પાછો નહીં ખેંચાય તો રબારી સમાજ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે. તેમ છતાં પણ સરકાર નહી જાગે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરીને ભૂખહડતાળ પર પણ ઊતરીશું.
તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં ભાવનગર નહીં, પરંતુ આખા ગુજરાતમાં એક જ મુદ્દો ચર્ચા છે. યુવાને વૃદ્ધને માર માર્યો છે. રેતી લેતા હશે અથવા તો કંઈક જૂનો વિવાદ હશે એ બાબતે માર્યો હશે. તે બાબતે ફરિયાદ પણ થઈ છે. તેમ છતાં પાટીદાર સમાજે મુદ્દાને ચગાવ્યો કે વૃદ્ધને માર્યા અને પાછળથી પણ યુવક વિરુદ્ધમાં લૂંટનો ગુનો દાખલ કરાવ્યો. પાટીદાર સમાજના રાજકીય આગેવાનોએ એસપીને રજૂઆત કરી ઉપરથી દબાણ કરાવીને ત્રીજા દિવસે લૂંટનો ગુનો દાખલ કરાવ્યો છે. ખોટા ગુના કેમ દાખલ કરાવવામાં આવે છે? આ બાબતે ભાવનગરનો રબારી સમાજ એક થઈ ન્યાય માટે લડશે.
તેમણે ઉમેર્યુ કે, આવેદનપત્ર આપી સમાજને એક જૂથ સાથે એક શક્તિપ્રદર્શન કરવું જરૂરી છે. પાટીદાર સમાજે શક્તિપ્રદર્શન કરી આપણા સમાજને ઘણો બદનામ કર્યો છે. સોશિયલ મીડિયામાં રબારી સમાજ વિશે જોઈ શકીએ નહીં, સાંભળી શકીએ નહીં તેવા મેસેજો કર્યા છે. ગુજરાત માલધારી સેલના પ્રમુખ અમિત લવતુકાએ કહ્યું કે, જે બનાવ બન્યો છે તે ખોટો છે. પાછળથી લૂંટ સહિતની કલમો ઉમેરવામાં આવી તે યોગ્ય નથી. સમાજ લેવલે તારીખ નક્કી કરી રજૂઆત કરવા જવાના છીએ.
શું હતો સમગ્ર મામલો?
કાળા તળાવ ગામમાં 7 ઓગસ્ટના રોજ વૃદ્ધ પાટીદાર ખેડૂત અરજણ દિહોરા લિંડિયા નદીમાંથી ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા ત્યારે ત્રણ શખ્સોએ અપશબ્દો બોલી કોદાળીના હાથાથી ઢોર માર માર્યો હતો. સુરતથી પાટીદાર સમાજના આગેવાનોએ આવી સભા કરી પોલીસ ઉપર પ્રેશર પોલિટિક્સ કર્યુ હતું. જેના કારણે પોલીસે હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી રાજુ ઉલવા નામના આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને જાહેરમાં ફેરવી રિકન્ટ્રક્શન કર્યુ હતું. જ્યારે ઘટનાના ત્રીજા દિવસે આરોપી રાજુ ઉલવા સામે લૂંટનો ગુનો નોંધ્યો હતો.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.