પહેલી જાન્યુઆરીથી નવું ટાઈમટેબલ, અમદાવાદ ડિવિઝનને સાંકળતી 48 ટ્રેનોના સમયમાં ફેરફાર
48 ટ્રેનના મુસાફરીમાં લગતો સમય પાંચ મિનિટથી 65 મિનિટ સુધીનો ઘટાડો કરાયો

48 ટ્રેનોના સમયમાં ફેરફાર

48 ટ્રેનોના સમયમાં ફેરફાર
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આગામી પહેલી જાન્યુઆરી 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ડિવિઝનથી પસાર થતી 95 ટ્રેનની સ્પીડ વધારાઈ છે, તેની સાથે 48 ટ્રેનના મુસાફરીમાં લગતો સમય પાંચ મિનિટથી 65 મિનિટ સુધીનો ઘટાડો કરાયો છે.
અમદાવાદ ડિવિઝન પર આ દરમિયાન વિવિધ સ્ટેશનો પર 262 ટ્રેનોના સમય પ્રીપોન કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી 45 મિનિટ વહેલી પહોંચશે. એ જ રીતે, 55 ટ્રેનોના સમય પોસ્ટપોન રાખવામાં આવ્યા હતા. જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી 40 મિનિટ મોડી પહોંચશે.
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામખ્યાલી, ભુજ સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે. જેમાં આ ટ્રેનો તેના વર્તમાન નિર્ધારિત સમય થી પહેલા કે પછી પહોંચશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.