ખોખરામાં બાબાસાહેબની નવી પ્રતિમાનું અનાવરણ
બે દિવસથી ચાલતાં ધરણાં પૂર્ણ; પોલીસે બન્ને આરોપીનું સરઘસ કાઢ્યું

ખોખરામાં બાબાસાહેબની નવી પ્રતિમાનું અનાવરણ

ખોખરામાં બાબાસાહેબની નવી પ્રતિમાનું અનાવરણ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા. શાસ્ત્રી કોલેજ સામે જયંતી વકીલની ચાલીની બહાર આવેલા ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે સ્થાનિક રહીશો ધરણાં પર બેઠા હતા.
જે ધરણાં આજે સવારે પૂરાં થયાં છે. આ સાથે જ જે પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી, તે પ્રતિમાને હટાવીને નવી પ્રતિમા મૂકવામાં આવી છે. વહેલી સવારે સ્થાનિક લોકો દ્વારા નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ ખોખરા પોલીસને સોંપવામાં આવતા પોલીસ દ્વારા આજે તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.
ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને પથ્થર મારી ખંડિત કરનારા મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરનું ખોખરા પોલીસે સરઘસ કાઢ્યુ હતું. પોલીસ બંને આરોપીને ઘટનાસ્થળે લઈને પહોંચી હતી અને ઘટનાનું રીકન્સટ્રકશન કર્યું હતું. બંને આરોપીએ બાબાસાહેબ આંબેડકરની માફી માગી હતી. ઝોન 5 DCP, ACP અને ઝોનના તમામ પીઆઈ બંદોબસ્તમાં હાજર રહ્યાં હતાં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.