76માં ગણતંત્ર દિવસે પોસ્ટ ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે
ગણતંત્ર દિવસે 'ડાક ચોપાલ'નું પણ આયોજન કરવામાં આવશે

76માં ગણતંત્ર દિવસે પોસ્ટ ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે

76માં ગણતંત્ર દિવસે પોસ્ટ ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે
ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જાન્યુઆરી, 2025 ના રોજ ગુજરાત પરિમંડલમાં 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે 'ડાક ચોપાલ'નું પણ આયોજન કરવામાં આવશે. તેમ અમદાવાદ સ્થિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું.
તેમને વધુમાં જણાવ્યું કે, ગણતંત્ર દિવસના શુભ અવસર પર, સમાજના છેવાડાના વ્યક્તિ સુધી ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશ અને અંત્યોદયની સંકલ્પના સાથે જોડવા માટે ગુજરાતના વિવિધ સ્થળોએ ડાક ચોપાલનું આયોજન કરવામાં આવશે. પત્રો અને પાર્સલ ઉપરાંત, ડાક વિભાગ બચત બેંક, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ, કોમન સર્વિસ સેન્ટર, ડાક ઘર નિર્યાત કેન્દ્ર જેવા ઘણા જનમુખી કાર્યો કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા, પોસ્ટમેન આજે મોબાઇલ બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. CELC હેઠળ, ઘરે બેઠા બાળકો માટે આધાર કાર્ડ બનાવવું, મોબાઇલ અપડેટ, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, DBT, બિલ ચુકવણી, AEPS દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે જેવી વિવિધ સેવાઓનો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પૂરી પાડવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોસ્ટલ સર્કલ હેઠળ કુલ 8,888 પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે. તેમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદમાં 2,262 પોસ્ટ ઓફિસો, દક્ષિણ ગુજરાત પરિક્ષેત્ર, વડોદરામાં 3,629 પોસ્ટ ઓફિસો અને સૌરાષ્ટ્ર-કચ્છ પરિક્ષેત્ર, રાજકોટમાં 2,997 પોસ્ટ ઓફિસો આવેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.