Rajkot : ભાજપની તિરંગા યાત્રા બાદ રાષ્ટ્રધ્વજના રંગોનું અપમાન, આયોજકો પર સવાલ!
રાજકોટમાં ભાજપ સંલગ્ન રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા યોજાયેલી તિરંગા યાત્રા વિવાદમાં સપડાઈ...

એકતા યાત્રા કે બેદરકારી? રાજકોટમાં તિરંગાનું અપમાન!

એકતા યાત્રા કે બેદરકારી? રાજકોટમાં તિરંગાનું અપમાન!
આજે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સંલગ્ન રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આયોજિત તિરંગા યાત્રા વિવાદમાં સપડાઈ છે. યાત્રા પહેલાં રેસકોર્સ રિંગ રોડને તિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગના કપડાંથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, યાત્રા પૂર્ણ થયા બાદ જે દૃશ્યો સામે આવ્યા તે રાષ્ટ્રીય સન્માન પર સવાલ ઉભા કરે છે.
તિરંગાના રંગો રોડ પર રઝળતા, અપમાન થતું જોઈ આયોજકોને શરમ આવી!
યાત્રા પૂર્ણ થયા બાદ, જે સુશોભિત કપડાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે રોડ પર રઝળતા જોવા મળ્યા હતા. આ કપડાં પરથી લોકો ચાલી રહ્યા હતા, જે રાષ્ટ્રધ્વજના રંગોનું સીધું અપમાન હતું. જે યાત્રા રાષ્ટ્રીય માન અને એકતા માટે યોજવામાં આવી હતી, તે જ યાત્રા બાદ તિરંગાના રંગોનું અપમાન થતું જોઈને આયોજકોને શરમ આવવી જોઈએ, તેવી વ્યાપક લાગણી પ્રવર્તી રહી છે.
ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિ છતાં બેદરકારી...
આ કાર્યક્રમમાં ભાજપના અનેક હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમ છતાં, રોડ પર પડેલા રાષ્ટ્રધ્વજના રંગોને માનભેર જાળવવાનો કે હટાવવાનો સમય આયોજકોને મળ્યો ન હતો. આ બેદરકારી ભાજપ અને આયોજકોની રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યેની ગંભીરતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. આવા કાર્યક્રમોનું આયોજન કરતી વખતે રાષ્ટ્રીય ગરિમા અને સન્માન જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું એ સૌની નૈતિક જવાબદારી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?