વડોદરા પાસે મુંજપુર-ગંભીરા વચ્ચે મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ ગત 9 જુલાઈએ વહેલી સવારે તૂટી પડ્યો હતો. આઘટનામાં છેલ્લા 2 દિવસથી રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. અને અત્યાર સુધી 21 વ્યક્તિના મોત થયા છે. આ ઘટનામાં ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા.
આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બોરસદ તાલુકાના દહીવણ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. હજું બે મૃતદેહ ગડરની નીચે ફસાયેલા છે. હવે મૃત્યુઆંક 21 થયો છે.
આ સમગ્ર ઘટનામાં કરુણાંત જોવા મળ્યો છે. સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અને આજે સવારે મૃત્યું પામેલા ઇજાગ્રસ્ત નરેન્દ્ર પરમારનો વડોદરાના મીડિયાએ લીધેલો ઇન્ટરવ્યું વાયરલ થઇ રહ્યો છે. આ કદાચ તેમનો છેલ્લો ઇન્ટરવ્યું હશે તેમ માની શકાય. ઇન્ટરવ્યુંમાં નરેન્દ્ર પરમારે ઘટના સમયે શું બન્યું તેનું વર્ણન તો કર્યું જ છે પણ સરકારી તંત્ર અને સરકાર સામે આરોપો લગાવ્યા છે.

મોત પહેલા નરેન્દ્ર પરમારે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતનાં કહ્યું હતું કે નોકરીમાં નાઇટ શિફ્ટ પતાવી અમે ઘેર જતા હતા. બ્રિજ પર એ જગ્યા પર ગયા અને તે વખતે બ્રિજ બેસી ગયો. બીજા ઘણા લોકો પડ્યા મારી જોડે ભૂપેન્દ્ર પરમાર હતા. તેમની ડેડ બોડી મળી હતી. તેમને તો નાના બાળકો છે. તેમને પહેલા સહાય કરવી જોઇએ. સરકાર સામુ જુવે..આમા તંત્રની ભૂલ છે. ચૂંટણી આવે ત્યારે દેખરેખ કરે... બાકી પ્રજાનું કોઇ કંઇ જોવા તૈયાર નથી.
તેમના સ્વજનોએ આરોપ લગાવ્યો હતો કે ડોક્ટરોએ જ તેમને જ્યુસ પીવડાવવા કહ્યું હતું પણ હવે જ્યુસ પીવાથી મોત થયું છે તેવું ડોક્ટરોએ કહ્યું છે. સવારે તો એમનો ફોન આવ્યો હતો અને વાતચીત પણ તેમણે કરી હતી.
આ પણ વાંચો---
ગંભીરા બ્રિજ દૂર્ઘટના, સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ અને પાણીમાં સોડા એશ ફેલાવાને કારણે સખત બળતરા