અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો
ત્રણ કારમાં આવેલા 15 જેટલા લુખ્ખાઓએ તલવારો અને ધોકા લઈ આતંક મચાવતાં નાસભાગ મચી

અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો

અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 15 જેટલા લુખ્ખાએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યા હોવાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલ ઊઠ્યા છે. 10 જાન્યુઆરીએ લુખ્ખાઓએ જૂની અદાવતમાં બે લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધી છે. હુમલાનો જે વીડિયો વાઇરલ થયો છે એમાં ત્રણ કારમાંથી લોકો આવે છે અને હાથમાં તલવારો અને ધોકા સાથે ઊતરી રસ્તા પર ઊભેલા બે યુવક પર હુમલો કરે છે અને બાદમાં આસપાસ ઊભેલા અન્ય વાહનચાલકો પર પણ હુમલાનો પ્રયાસ કરતાં નાસભાગ મચી હતી.
આ સમગ્ર બનાવનાં દૃશ્યો જાણે કોઈ બોલીવૂડની ફિલ્મનાં દૃશ્યો હોય એવું લાગી રહ્યું હતું. પહેલા એક ફોર્ચ્યુંનર આવી, ત્યાર બાદ ક્રેટા અને સ્કોર્પિયો એમ બીજી બે ગાડી આવી હતી. આ ત્રણેય ગાડીમાંથી ફિલ્મમાં જેમ ગુંડાઓ હથિયાર સાથે ઊતરીને દોડાદોડી કરતા હોય એમ આ ગાડીઓમાંથી 10થી 15 જેટલા શખસો ઊતરીને હાથમાં તલવાર અને દંડા લઈને શહેરના એસજી હાઇવે વિસ્તારને બાનમાં લીધો હતો. રસ્તા પર આવતા-જતા વાહનચાલકોમાં પણ આ બનાવના કારણે જાણે ડર ફેલાયો હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. આ શખસો નિર્દોષ લોકોને પણ હથિયાર બતાવી ડરાવી રહ્યા હતા. સુરક્ષિત અમદાવાદના દાવા કરતી પોલીસ પણ આ સમગ્ર બનાવમાં ક્યાંય જોવા મળી ન હતી. શહેરના પૂર્વ વિસ્તાર બાદ હવે પશ્ચિમમાં પણ કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય એવું લાગી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.