કચ્છમાં તળાવમાં ડૂબી બે કિશોરોના મોતથી શોક
તળાવ કિનારે ચંપલ મળતાં શંકા મજબૂત બની, ત્રણ કલાકની મહેનત બાદ તળાવમાંથી મૃતદેહો મળ્યા.

તળાવમાં ડૂબી બે કિશોરોના મોતથી શોક

તળાવમાં ડૂબી બે કિશોરોના મોતથી શોક
કચ્છમાં એક એવી કરૂણ ઘટના સામે આવી કે જેમાં બે કિશોરોના અકાળે મોતથી સમગ્ર પંથક શોકમાં ગરકાવ થઈ ગયો છે. ભચાઉ તાલુકાના લાખાપર ગામે તળાવમાં ડૂબી જવાથી બે મિત્રોનું જીવન ક્ષણમાં ખૂટી ગયું. ઘટનાને પગલે ગ્રામજનોમાં ઊંડો શોક ફેલાયો છે.
માહિતી પ્રમાણે, 12 વર્ષીય કમલેશ બેચારભાઈ કોળી અને 13 વર્ષીય દલસુખ હરખાભાઈ કોળી શુક્રવારે હંમેશની માફક પશુઓ ચરાવવા ગામની સીમમાં ગયા હતા. સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. ગામલોકો સાથે મળીને રાતભર તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો.
તળાવ કિનારે ચંપલો જોતા શંકા
આજે, શનિવારે વહેલી સવારે થયેલી શોધ દરમિયાન ગામના તળાવ કિનારે બંને કિશોરોના ચંપલ મળતા તાત્કાલિક ડૂબી જવાની શંકા ઊભી થઈ હતી. પરિવારજનો અને ગ્રામજનોના હૃદયમાં ક્ષણમાં આશંકાનો માહોલ છવાઈ ગયો અને તરત જ તંત્ર, પોલીસ અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી.
તળાવમાં પાણી ઊંડું અને કાદવભર્યું હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન મુશ્કેલ બન્યું હતું. લગભગ ત્રણેક કલાકની ભારે જહેમત બાદ ભચાઉ ફાયર વિભાગની ટીમે સર્ચ ઓપરેશન ચલાવી બંને કિશોરોના મૃતદેહની ભાળ મેળવી હતી. બન્ને કિશોરોના મૃતદેહ પાણીમાંથી કાઢ્યા બાદ પરિવારજનોના માથે આભ ફાટી પડ્યું હતું.
એક જ ગામના બે કિશોરોના એકસાથે થયેલા મૃત્યુથી લાખાપર ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. બે હસતા રમતા બાળકોના અકાળે અવસાનથી કોળી સમાજમાં ભારે શોક ફેલાયો છે. ગ્રામજનો અનુસાર બંને કિશોરો હંમેશા સાથે રહેતા અને તમામમાં લોકપ્રિય હતા.
પોલીસ તપાસ શરૂ
પોલીસે મૃતદેહોને કબજે લઇ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક રીતે બંને બાળકો સ્નાન કરવા તળાવમાં ઉતર્યા હોઈ ડૂબી ગયા હોવાની ધારણા છે, જો કે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે.
લાખાપર ગામે બનેલી આ ઘટના એક વખત ફરી યાદ અપાવે છે કે ગામનાં તળાવો અને જળાશયો બાળકો માટે કેટલા જોખમી બની શકે છે. ગ્રામજનો દ્વારા તળાવની આસપાસ સાવચેતીના બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ પણ ઉઠવામાં આવી છે.
આ પણ વાંચો: https://www.benefitnews24.com/gujarati/gujarat/doctor-girl-commits-suicide-from-9th-floor-in-surat/22953
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?