મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. જ્યારે વડોદરામાં વધુ બે ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કુલ ચાર લોકોને ગંભીર સ્થિતિમાં ખસેડવામાં આવ્યા છે.
મુજપુર પાસેનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો મહિસાગર નદીમાં ખાબક્યા. આ દુર્ઘટના વચ્ચે એક મહિલા હૈયાફાટ રુદન કરી પોતાનો વ્હાલસોયો દીકરો અને પતિ ડૂબ્યો હોવાનું જણાવી રહી છે. હાલમાં દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા છે જ્યારે રેસ્ક્યૂ ટિમો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. મહિલાનું આ આક્રંદ તમારા પણ રુવાંડા ઉભા કરી દેશે,જૂઓ વીડિયો...
છેલ્લાં ઘણાં વર્ષોથી ગંભીરા બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં બ્રિજ ચાલું જ રખાયો હતો..તંત્રને જાણ હોવા છતાં જાણે અધિકારીઓને કાને આ વાત પહોંચી નથી અથવા તો આવી કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.