અમદાવાદમાં માતાએ નવજાત બાળકીને મંદિર પાસે તરછોડી
અમદાવાદના ઉમિયાધામ મંદિર પાસે નવજાત બાળકી તરછોડાઈ, મંદિરના સ્ટાફે બાળકીની સંભાળ લીધી
બાળકીને મંદિર પાસે તરછોડી
બાળકીને મંદિર પાસે તરછોડી
શહેરમાં માનવતાને શરમસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક માતાએ પોતાની નવજાત બાળકીને અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ મંદિરના ગેટ પાસે તરછોડીને ફરાર થઈ ગઈ. મોડી સાંજે બનેલી આ ઘટનામાં, માસૂમ બાળકીને જોઈને મંદિરના સિક્યુરિટી ગાર્ડ અને સ્ટાફ ચોંકી ઉઠ્યા હતા.
ઉમિયાધામના શરણે મળી બાળકી
મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી સાંજે વિશ્વ ઉમિયાધામ મંદિરના મુખ્ય ગેટ પાસે એક ધાબળામાં વીંટાળેલી નવજાત બાળકી રડી રહી હતી. મંદિરના કર્મચારીઓએ તેને જોતા તુરંત વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને ટ્રસ્ટીઓને જાણ કરી. તાત્કાલિક ધોરણે મંદિરની ટીમે બાળકીની સંભાળ લીધી અને તેને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડી.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બાળકીને તરછોડનાર નિર્દય માતાને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કડી મળી નથી.
વિશ્વ ઉમિયાધામ બાળકીની તમામ જવાબદારી લેશે
આ દુર્ઘટનાભરી ઘટનામાં, વિશ્વ ઉમિયાધામ મંદિરની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મંદિરના પ્રમુખે જાહેરાત કરી છે કે, તેઓ આ બાળકીની તમામ જવાબદારી લેશે અને તેના ઉછેર, શિક્ષણ તથા ભવિષ્યની સંપૂર્ણ દેખરેખ રાખશે. તેમણે જણાવ્યું કે, માતાજીના શરણમાં આવેલી આ બાળકીની સંભાળ રાખવી એ અમારું કર્તવ્ય છે.
મંદિર દ્વારા બાળકીને 'ઉમા' નામ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે હવે ઉમિયા માતાજીના આશીર્વાદ હેઠળ આ બાળકીનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. આ કિસ્સો કદાચ કળિયુગની નિર્દયતા દર્શાવે છે, પરંતુ વિશ્વ ઉમિયાધામના આશ્રયથી માનવતા હજુ જીવંત છે તેનો પુરાવો પણ આપે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?