મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં 3 લાખ હારેલા યુવકનું અપહરણ, 4 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં 19 વર્ષીય યુવાનને ક્રિકેટ સટ્ટાની જાળમાં ફસાવીને રૂપિયા હારી જતા અપહરણ કરીને ધમકી આપી.

મોરબીમાં યુવકનું અપહરણ

મોરબીમાં યુવકનું અપહરણ
મોરબી જિલ્લામાં માત્ર 19 વર્ષના યુવાન વંશ મહેશભાઈ ઉભડિયાનું ચાર શખ્સોએ ધોળે દિવસે અપહરણ કરીને રૂપિયા ચૂકવવા માટે દબાણ કર્યું હતું. ક્રિકેટ સટ્ટામાં રૂપિયા 3 લાખ ગુમાવ્યા બાદ આ કિસ્સો બન્યો છે.
વંશે મોરબીના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે “ગુરુ” નામની ક્રિકેટ સટ્ટાની ઍપ્લિકેશન દ્વારા શિવમ જારીયા સાથે સતત મેચના સોદા કરતો હતો. શરૂઆતમાં તેણે રૂપિયા 1.10 લાખ જીત્યા હતા, પરંતુ પછી શરતો બદલાતા મોટા સોદાઓ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ હારવાનું શરુ થયું અને તેણે અંતે રૂપિયા 3 લાખ ગુમાવ્યા હતા.
આ રકમની ઉઘરાણી માટે શિવમ અને રાહુલ સતત ફોન પર ધમકીઓ આપતા હતા. તેઓએ જણાવ્યું કે, જો પૈસા નહીં આપો તો ઘરે આવીને ઉઠાવીને લઈ જઈશું.
તા. 15મીના રોજ વંશ અને તેનો મિત્ર મનોજ મુછડિયા બપોરે કંડલા બાયપાસ નજીક પહોંચ્યા ત્યારે મહેશ ડાંગર, શિવમ જારીયા, દિવ્યેશ ડાંગર અને એક અજાણ્યો ઈસમ આવી ચઢ્યા અને ધમકી આપી હતી. મહેશ ડાંગરે વંશનો મોબાઈલ લઈ લીધો અને એક્ટીવામાં બેસાડી તેને કેટલાક ગામોમાં ફરાવ્યા અને દબાણ કર્યું હતું.
પછી વંશને જેલ રોડ નજીક ઉતારવામાં આવ્યો અને સ્કૂટર પાછું અપાયું હતું. આ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?