શું ગુજરાતમાં વહેલું આવશે ચોમાસું?
વાવાઝોડાનો ભય ટળ્યો હોવા છતાં રાજ્યમાં આંધી-વંટોળનું પ્રમાણ યથાવત રહેશે.

ગુજરાતમાં વહેલું આવી શકે છે ચોમાસું

ગુજરાતમાં વહેલું આવી શકે છે ચોમાસું
કેરળથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું 8 દિવસ વહેલું દેશમાં આવી પહોંચ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેવામાં કેરળમાં વહેલું આવેલું ચોમાસાએ લોકોમાં પ્રશ્ન ઉભો કર્યો છે કે શું આ વખતે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે??
સામાન્ય રીતે કેરળમાં ચોમાસાની એન્ટ્રી 1 જૂન આસપાસ થતી હોય છે પરંતુ આ વખતે ચોમાસું 24મી મેએ જ પહોંચી ગયું છે. કેરળ બાદ ગુજરાતમાં પંદર દિવસ પછી ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. જ્યારે ગુજરાતના સુરત, વલસાડમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચે છે. જે બાદ 20 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારને બાદ કરતાં બધે જ પહોંચી જાય છે. જ્યારે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું કવર કરી લે છે. જો કે આ વખતે કેરળમાં આઠ દિવસ વહેલું ચોમાસુ બેઠુ હોવાથી ગુજરાતમાં પણ ચોમાસાનો વિધિવત પ્રારંભ વહેલો થશે તેમ માનવામાં આવે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાત પરથી વાવાઝોડાનો ભય ટળ્યો હોવા છતાં રાજ્યમાં આંધી-વંટોળનું પ્રમાણ યથાવત રહેશે. જ્યારે અરબ સાગરમાં ઉભી થયેલી સિસ્ટમ 28 મે સુધીમાં મજબૂત બનશે. આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે. આગામી 28મેથી જૂનની શરૂઆતમાં ગાજાવીજ સાથે ભારે વરસાદની શક્યાતા રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?