ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય: ભારે વરસાદની આગાહી
ગણેશ વિસર્જન પહેલા ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ (5, 6 અને 7 સપ્ટેમ્બર) રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
5 સપ્ટેમ્બર: દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
આજે, શુક્રવારે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા નવસારી, ડાંગ, અને વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી અને બોટાદ જેવા 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, રાજ્યના અન્ય 18 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
6 સપ્ટેમ્બર: સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ
શનિવારે, 6 સપ્ટેમ્બરે વરસાદનું જોર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ ખસશે. સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ સહિતના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યારે અન્ય 21 જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે.
7 સપ્ટેમ્બર: કચ્છમાં ભારે વરસાદની શક્યતા
રવિવારે, 7 સપ્ટેમ્બરે કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. અન્ય 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સોમવાર, 8 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આ દિવસે માત્ર 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહિવત્ છે. આ આગાહીને જોતાં તંત્રએ જરૂરી સાવચેતીનાં પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને ગણેશ વિસર્જનના તહેવારને ધ્યાનમાં રાખીને પણ સલામતીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?