રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, વેધર વોચ ગૃપની તાકિદની બેઠક
આગામી સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

આગામી સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

આગામી સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના
રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં IMD ના અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું છે.
એન.ડી.આર.એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની કુલ ૩૪ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૫ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૧ જળાશયો વોર્નિંગ પર છે.
GSRTC અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હાલમાં સુરત અને ભરૂચ જિલ્લામાં બસના રૂટ પ્રભાવિત હોવાથી વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં CWC- મહી અને તાપી ડિવીઝન, વન, આરોગ્ય, ઊર્જા, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, ISRO, ફીશરીઝ, વિભાગના નોડલ અઘિકારીઓ હાજર રહ્યાં હતા
આ પણ વાંચો-- સુરત 'સ્માર્ટ સીટી' બન્યા વિના “લેક સીટી” બની, ભારે વરસાદ બાદ વિરોધ-પ્રદર્શન
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!