ગુજરાતમાં મેઘમહેર: 46 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ, પોરબંદરમાં અઢી ઇંચથી વધુ!
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આજ સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ વરસાદ

રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ વરસાદ
રાજ્યમાં આજ સવારથી અત્યાર સુધીમાં 46 તાલુકામાંઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આજ સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 2.05 ઇંચ નોંધાયો છે. જ્યારે પોરબંદરની શહેરમાં 0.71 ઈંચ વરસાદ નોંધાયો હતો.ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 0.51 ઈંચ, કોડીનારમાં 0.2 ઈંચ, ઊનામાં 0.16 ઈંચ અને તલાલામાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો હતો.ઉત્તરગુજરાતના બનાસકાંઠામાં જિલ્લાના વાવ તાલુકામાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. વાવમાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.જ્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે થરાદ તાલુકામાં 1.38 ઈંચ અને સુઈગામમાં 1.02 ઈંચ ત્યાર બાદ ભાભરમાં 0.12 ઈંચ અને દીઓદરમાં 0.08 ઈંચ, પાલનપુર અને કાંકરેજમાં 0.04 વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. જુનાગઢ અને દેવભૂમિ જિલ્લામાં 0.12 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં 0.31 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટના જમકંડોરનામાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓની વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 0.59 અને ધરમપૂરમાં 0.51 ઈંચ અને વલસાડ શહેરમાં 0.39 ઈંચ, પારડીમાં 0.28 ઈંચ, કપરાડામાં 0.2 ઈંચ, ઉમબેરગોનમાં 0.16 ઈંચ નોંધાયો હતો.ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 0.47 ઈંચ, નવસારી જિલ્લાના વણસાડા તાલુકામાં 0.35 અને જલાલપોરમાં 0.04 ઈંચ જ્યારે નવસારીમાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 0.28 ઈંચ અને ઉમરપાડામાં 0.2 ઈંચ ચોરાસી અને મહુવામાં 0.08 ઈંચ અને બારડોલીમાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના તિલકવાડામાં 0.12 ઈંચ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 0.12 ઈંચ અને વાલોડ અને ડોળવાનમાં 0.08 ઈંચ નોંધાયો હતો. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં 0.24 ઈંચ, આહવામાં 0.12 ઈંચ, સુબીરમાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડામાં મહુધા તાલુકામાં 0.24 ઈંચ, માતરમાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો હતો. દાહોદમાં ગરબાડા તાલુકામાં 0.08 ઈંચ , ધાનપુરમાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. આજ સવારથી વરસાદની ધમકેદાર બેટિંગ જોવા મળી હતી.
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર:
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકાઓમાં મેઘમહેર જેમાં સૌથી વધારે રાજકોટના જમકંડોલા તાલુકામાં 5.6 ઈંચ, જેતપુરમાં 3.46 ઈંચ અને સાબરકાંઠાના ઇડર તાલુકામાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ, વડગામ અને દાંતીવાડામાં 3.2 ઈંચ જ્યારે રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ વરસાદ તો બીજી તરફ જામનગરના જોડિયામાં 4.0 ઈંચ અને કચ્છના મુંદ્રા તાલુકામાં 3.86 ઈંચ નોંધાયો હતો. જ્યારે સૌરાષ્ટ્રના જામનગરના જોડિયામાં 4.0 ઈંચ, લાલપુરમાં 3.7 ઈંચ સુરેન્દ્રનગરના વઢવાણ અને ચૂડામાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ ગુજરાત રાજ્યના લગભગ તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!