ઓગસ્ટમાં સરકારી કર્મચારીઓનો મિનિ વેકેશનનો પ્લાન
સરકારી અને કર્મચારીઓમાં મિનિ વેકેશન પ્લાન કરી રહ્યા, 4 દિવસની રજા લઈ 9 દિવસ માણવાનો પ્લાન

મિનિ વેકેશન

મિનિ વેકેશન
ઓગસ્ટ મહિનો હજુ શરૂ પણ થયો નથી અને રાજ્યની સરકારી કચેરીઓમાં રજાઓને લઈને તકલીફ નહિ, પણ મિનિ વેકેશન માટે પ્લાનિંગની મોજ શરૂ થઈ ગઈ છે. સચિવાલયથી લઈને શાળાઓ, કૉલેજો અને બેંકો સુધી, દરેક જગ્યાએ એક જ વાત છે. “કઈ રીતે ઓગસ્ટની રજાઓને 9 દિવસના વેકેશનમાં ફેરવી શકાય?”
રક્ષાબંધન (9 ઓગસ્ટ શનિવાર) બાદ તુરંત 10મીએ રવિવાર, ત્યારબાદ 15મીએ સ્વતંત્રતા દિવસ (ગુરૂવાર) અને 16મીએ જન્માષ્ટમી (શુક્રવાર), જો કોઈ 12થી 14 ઓગસ્ટ વચ્ચે (સોમવારથી બુધવાર) રજા લઈ લે તો સીધા 9 દિવસના મિનિ વેકેશનનો લાભ મળી શકે છે.
સચિવાલયના ચા-નાસ્તાના બજાર, જેને મીના બજાર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં આ મુદ્દો ચા સાથેની ચર્ચાનો હોટ ટોપિક બની ગયો છે. ઘણા કર્મચારીઓએ તો અંદરખાને રજાની અરજી તૈયાર પણ કરી નાખી છે. વરિષ્ઠ અધિકારીઓ પણ કહે છે કે, 'રજાના સિવાયના કામની વાત કરશો તો જ સાંભળવામાં આવશે'.
બીજી તરફ ગુજરાત સરકારના સર્કિટ હાઉસમાં પણ રજાઓને ધ્યાનમાં રાખીને બુકિંગ શરૂ થઈ ગયાં છે. આવા સમયમાં જે કર્મચારીઓ 'ગુડ બુક'માં હોય છે તેમને રજાઓ સરળતાથી મળતી હોય છે, જ્યારે 'બેડ બુક'ના કર્મચારીઓને વધુ પ્રયત્નો કરવા પડે છે.
આજની આ સ્થિતિ શાળા-કૉલેજો અને બેંક કર્મચારીઓમાં પણ જોઈ શકાય છે, જ્યાં લોકો રજાઓને જોડીને થોડો સમય વારમાં માઉન્ટ આબુ કે ઉદેપુર જેવા સ્થળો પર મિનિ વેકેશન મનાવવાનો વિચાર કરી રહ્યા છે. રજાઓ માટે પ્લાનિંગ, મંજૂરી અને ગાઈડલાઈન એ બધું આજના ગુજરાતના સરકારી વલણનો અવિભાજ્ય હિસ્સો બની ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!