ગુજરાતના બે IPSની લડાઈનું એપી સેન્ટર મહેસાણા!
કરાઈ એકેડેમીના આચાર્ય અભય ચુડાસમા અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના SP મનિષ સિંઘનો વિવાદ
અભય ચુડાસમા પાસેથી સરકારી વાહનના ઉપયોગ પેટે 7.92 લાખ વસૂલવા MT વિભાગે પત્ર લખ્યો
અભય ચુડાસમા પાસેથી સરકારી વાહનના ઉપયોગ પેટે 7.92 લાખ વસૂલવા MT વિભાગે પત્ર લખ્યો
DGP કચેરીમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના SP મનીષ સિંઘે કરાઈ એકેડેમીના આચાર્ય સિનિયર IPS અભય ચુડાસમાને સરકારી વાહનના ઉપયોગ મુદ્દે નોટિસ પાઠવી રૂપિયા 7.92 લાખ બે દિવસમાં જમા કરાવવા સૂચના આપતાં બંને IPS વચ્ચેનું કોલ્ડ વોર સપાટી ઉપર આવ્યું છે. ત્યારે બંને IPS નું કોલ્ડ વોર ક્યાંથી અને કેવી રીતે શરૂ થયું હતું. આવો જાણીએ..
પોલીસ ભવનમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના SP મનીષ સિંઘની 18 ઓગષ્ટના રોજ ભચાઉ સીઆરપીએફ ખાતે બદલી થઈ ગઈ છે. તેઓએ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના SP તરીકે તાજેતરમાં સિનિયર IPS અભય ચુડાસમા પાસેથી રૂપિયા 7.92 લાખ વસૂલ કરવા લખેલો પત્ર ચર્ચાસ્પદ બન્યો છે. મનિષસિંઘે MT વિભાગના પીઆઇને પત્ર લખી IPS અભય ચુડાસમા પાસેથી સરકારી વાહનના ઉપયોગ મુદ્દે રૂપિયા 7.92 લાખની વસૂલાત કરવા સૂચના આપી છે.
પત્રમાં તેમણે જણાવ્યુ છે કે, કરાઈ GPA ખાતે IPS અભય ચુડાસમાને રહેઠાણ આપવામાં આવ્યું હોવા છતાં તેઓ અમદાવાદમાં રહે છે અને ત્યાં સુધી સરકારી વાહનનો ઉપયોગ કરે છે. તેથી તેમની પાસેથી કિલોમીટર દીઠ સરકારી ચાર્જ પેટે રૂપિયા 7.92 લાખ બે દિવસમાં વસૂલ કરવામાં આવે અને જમા ન કરે તો નિવૃતિ સમયે NOCમાં લેણું નીકળતું હોવાનો ઉલ્લેખ કરે.
ગુજરાત પોલીસ અકાદમી કરાઈના આચાર્ય તરીકે અભય ચુડાસમાએ 7.92 લાખ બે દિવસમાં ભરી દેવા પત્ર લખવામાં આવ્યો છે. બે વર્ષ દરમિયાન આચાર્યએ અમદાવાદ-કરાઈ વચ્ચે 3 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હોવાથી પ્રતિ કિલોમીટર 11 લેખે સરકારમાં જમા કરાવી MT વિભાગને જાણ કરવા પત્રમાં આદેશ કરાયો છે.
IPS અભય ચુડાસમા 31 ઑગસ્ટ 2025ના રોજ નિવૃત થઈ રહ્યા છે. તેમણે થોડા મહિના પહેલાં સરકારને પોતાનું રાજીનામુ આપી દીધું છે. પરંતુ સરકારે હજી સુધી સ્વીકાર્યુ નથી. મનીષસિંઘે MT વિભાગના પીઆઇને પાઠવેલા પત્રથી બંને IPSના કોલ્ડ વોર અંગે અલગ અલગ ચર્ચાઓ શરૂ થઈ છે.
કોલ્ડ વોરનું એપી સેન્ટર બન્યું મહેસાણા
વર્ષ 2013ની બેચના IPS મનિષસિંઘ મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે કોરોના મહામારી દરમિયાન કડી પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ તરીકે કબજે લેવાયેલા વિદેશી દારૂની મોટાપાયે ચોરી થઈ હતી. આ વિદેશી દારૂની બોટલો નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન કેનાલમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
જ્યારે મહેસાણા જિલ્લામાં પોલીસ કર્મચારીઓને કોરોના મહામારી દરમિયાન ભોજન પુરૂં પાડવાના રૂપિયા 14 લાખ કરતાં વધુના ખોટા બીલ મંજૂર કરવા મુદ્દે તત્કાલિન SP મનીષસિંઘ, તત્કાલિન DySP ભક્તિ ઠાકર અને બ્લીસ રિસોર્ટના મનેજર વિજય પટેલ સામે ગુનો નોંધવા માટે DGP ને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ મનિષસિંઘના અનેક વિવાદો બહાર આવ્યા હતા. જેના કારણે ગૃહ વિભાગે મનિષસિંઘની બદલી કરીને દાહોદ SRP ગૃપના કમાન્ડન્ટ તરીકે મૂકી દીધા હતા. તે સમયે અભય ચુડાસમા ગાંધીનગર રેન્જ આઈજી હોવાથી મનીષસિંઘના કારનામાઓની તપાસ કરતાં લાખો રૂપિયાના સરકારી નાણાની ઉચાપતનો કેસ નોંધવા ડીજીપીને રિપોર્ટ કર્યો હતો. ત્યારથી બંને IPS અધિકારીઓ વચ્ચે કોલ્ડ વોર શરૂ થયું હતું.
ત્રણ વર્ષ પહેલાં મનિષસિંઘ સામે લાગેલા આરોપો અંગે નિવૃત્ત IPS અધિકારીઓને ગૃહ વિભાગે તપાસ સોંપી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મનિષસિંઘને તમામ આરોપમાં કલીનચીટ મળી ગઈ છે. તેઓ ડાંગ જિલ્લામાં એએસપી તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન અન્ય રાજ્યોમાં તપાસના બહાને ગુજરાત છોડી દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે રોકાયા હતા.
આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં એટ્રોસિટી કેસની ફરિયાદમાં પકડાયેલા આરોપીઓને જૂતાં ચટાડયા હોવાનો ગંભીર આરોપ તેમની ઉપર લાગ્યો હતો. જ્યારે કડી પોલીસ સ્ટેશનમાંથી વિદેશી દારૂના મુદ્દામાલની કથિત ચોરી સંદર્ભે મહેસાણા એસપી તરીકે મનિષસિંઘ સામે આંગળી ચિંધવામાં આવી હતી. કોરોનાકાળમાં મહેસાણા જિલ્લાના પોલીસ કર્મીઓને સેવાભાવી સંસ્થાઓએ ભોજન પુરૂ પાડ્યું હોવા છતાં ખોટા બીલો મૂકવાનો પણ આરોપ લાગ્યો હતો.
ખેડા જિલ્લામાં પણ કર્યો હતો વિવાદ
વર્ષ 2013ની બેચના IPS મનિષસિંઘનું વતન UP છે. તેમના પત્ની UPમાં IAS અધિકારી છે. 2013માં ખેડા જિલ્લાના આંતરસુંબા પોલીસ સ્ટેશનમાં મનિષસિંઘ પ્રોબેશનલ તરીકે ફરજ બજાવતા હતા તે સમયે ટેનિસ રમવા સરકારી ગાડીમાં કરાઈ પોલીસ અકાદમીમાં જતા હતા. દૈનિક 80 કિલોમીટર પ્રવાસ કરી તેઓ ટેનિસ રમવા જતા હતા. આ મામલે તપાસ કરવામાં આવતાં તેમની સામે ગુનો નોંધવા ખેડાના તત્કાલિન એસપીએ ડીજીપીને રિપોર્ટ કર્યો હતો. આ ઉપરાંત ડાકોર મંદિરમાં બંદોબસ્ત સમયે નાયબ મામલતદારને મનિષસિંઘે લાફો માર્યો હોવાનો વિવાદ પણ વણસ્યો હતો.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.