મહેસાણા તાલુકાના આંબલીયાસણ સ્ટેશન બજારમાં આવેલ મહાકાલી જ્વેલર્સની દુકાનમાં લુટનો પ્રયાસમાં હૂમલો કરવામાં આવ્યો હતો,બે શખ્સો મોઢા પર માસ્ક બાંધી એરગન તેમજ તિક્ષણ હથિયાર લઈ દુકાનમાં ધૂસીને લૂંટ કરવાનો પ્રયાસ કરાવામાં આવ્યો હતો,દુકાનના માલિકને પ્રતિકાર કરતાં લૂંટારુઓએ અશોકભાઈ પટેલને છરો મારી બાઇક પર ફરાર થયા હતા.
મહેસાણા જિલ્લામાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં 2 વ્યક્તિઓ એરગન તેમજ તિક્ષણ હથિયાર લઈને મહેસાણા તાલુકાના આંબલીયાસણ સ્ટેશન બજારની આવેલ મહાકાલી જ્વેલર્સની દુકાનમાં લુંટના ઇરાદે મોઢા પર માસ્ક બાંધી દુકાનની અંદર ધૂસીને લૂંટનો પ્રયાસ કરતાં દુકાનના માલિકે પ્રતિકાર કરતાં લૂંટારુઓએ અશોકભાઈ પટેલને છરો મારી બાઇક પર ભાગી ચૂક્યા હતા.
લાંઘણજ પોલીસ વિસ્તારમાં આબલિયાસણ બજારમાં ધોળે દિવસે મહાકાલી જવલર્સમાં લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર બે શખ્સને પોલીસે દબોચી લીધા છે.આ બાબતે મહાકાળી જવેલર્સ નામની દુકાન માલિકે અશોકભાઈ પટેલે લાંઘણજ પોલીસ મથકે બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી,તે બાબતે લાંઘણજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ એલસીબી દ્વારા લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરીને હૂમલો કરનાર બંને આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.બંને આરોપીઓને શોધી પાડી ઓળખ કરવા માટે જુદીજુદી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં બંને આરોપીઓમાં આંબલિયાસણનો સોલંકી ગિરીશ કિશનભાઇ અને ધમેડાનો સેનમા હેપ્પી પ્રવિણભાઇ નામના શખ્સો દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપ્યું હતું,આ બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
આ ધટનાની જાણ લાંઘણજ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરવામાં આવી હતી અને દુકાનના તેમજ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા, સીસીટીવી ફૂટેજ આધારે લાંઘણજ પોલીસના પીઆઈ તેજસ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.કે.તૂર, નરેન્દ્રસિંહ ચાવડા,મહેન્દ્રસિંહ ડાભી સહિતની ટીમ દ્વારા બે આરોપી શોધીને અટકાયત કરીને આગળની તપાસ કરવામાં મહેસાણા એલસીબીને સોંપવામાં આવ્યા હતા.