વધુ 7 દિવસ મેઘરાજાનું જોર, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
2જી ઓક્ટોબરે કચ્છ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 7 ઓક્ટોબર સુધી હળવો વરસાદ

હજુ 7 દિવસ ગુજરાત માટે ભારે

હજુ 7 દિવસ ગુજરાત માટે ભારે
ગુજરાતમાં ચોમાસાની વિદાયનો સમય હોવા છતાં, મેઘરાજાએ નવરાત્રિના ઉત્સવમાં પોતાનું જોર યથાવત્ રાખ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ વધુ 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે, ગરબા આયોજકો અને ખેલૈયાઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
2જી ઑક્ટોબરે 6 જિલ્લામાં યલો એલર્ટહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે ગુરુવાર (2જી ઑક્ટોબર)ના રોજ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જેના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
યલો એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ:
કચ્છ
મોરબી
જામનગર
દેવભૂમિ દ્વારકા
પોરબંદર
જૂનાગઢ
આ ઉપરાંત, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેને પગલે માછીમારો અને ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.
આગામી દિવસોમાં વરસાદી માહોલ
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, 3જી ઑક્ટોબરથી 7મી ઑક્ટોબર સુધીના આગામી દિવસોમાં રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ અનિયમિત વરસાદના કારણે કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, સાથે જ નવરાત્રિના આયોજનો પર પણ તેની સીધી અસર પડશે.




સમગ્ર રાજ્યમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને જ બહાર નીકળવા માટે સૂચના આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!