ગાંધીનગરમાં મેગા ડિમોલિશન
સેક્ટર-30માં 7 મકાનો-2 ધાર્મિક દબાણો તોડી પાડ્યા, 1400થી વધુ પર બુલડોઝર ફરશે

ગાંધીનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ

ગાંધીનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ
ગાંધીનગરમાં સરકારી જમીન પર વર્ષોથી ઉભા થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્રે મેગા ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે. વહેલી સવારથી સેક્ટર-30 સર્કલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 7 પાકા મકાનો અને 2 ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા છે. આ જમીન વકફ બોર્ડમાં ગેરકાયદેસર નોંધાયેલી હતી અને 1,500થી વધુ વખત ફેરફાર કરીને કાયદેસર બનાવવાની પેરવી ચાલતી હતી. પાટનગર યોજના વિભાગની ટીમોએ JCB સાથેના કાફલા સાથે કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં શહેરના 1,400થી વધુ દબાણો પર બુલડોઝર ફરશે. ડિવિઝન DySP ડી.ટી. ગોહિલે કહ્યું: "સવારથી કાર્યવાહી શરૂ. અન્ય વિસ્તારોમાં પણ પોલીસ તૈનાત રહેશે."
સવારે 10 વાગ્યા સુધીમાં 9 દબાણો તોડાયા, વકફ બોર્ડની ગેરકાયદે નોંધ મુદ્દોઅગાઉ ચરેડી ફાટકથી GEB તરફ અને પેથાપુરમાં 900+ ઝૂંપડાં તોડાયા પછી હવે શહેરી વિસ્તારો પર ફોકસ.
1,400થી વધુ દબાણો પર નોટિસ, વૈકલ્પિક વ્યવસ્થાની માંગપાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશનની ઝુંબેશ અંતર્ગત સેક્ટર 1થી 30માં 1,400+ ઘર-ઝૂંપડાંને નોટિસ પાઠવાઈ. રહેવાસીઓ વર્ષોથી વસતા હોવાથી વૈકલ્પિક આવાસની માંગ કરી રહ્યા છે, પરંતુ જવાબ ન મળતા બુલડોઝર તૈયાર.
અન્ય વિસ્તારોમાં તૈયારી:
આ તમામને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જવાબ ન મળતા ડિમોલિશનનો તખ્તો ઘડાયો.
તંત્રની તૈયારી: મોડી રાત સુધી કોઈ જાહેરાત નહીં, પરંતુ પોલીસ ફાળવણીથી સંકેતવિશ્વસનીય પોલીસ સૂત્રો અનુસાર, મેગા ડિમોલિશન માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરાઈ. તંત્રે મોડી રાત સુધી સત્તાવાર જાહેરાત ન કરી, પરંતુ 150 પોલીસકર્મીઓની ફાળવણીથી ગત વખતની જેમ બુલડોઝર ત્રાટકવાની પ્રબળ સંભાવના. કાર્યવાહી સવારે 10 વાગ્યા સુધી ચાલુ હતી અને આખો દિવસ ચાલશે.
આ ઝુંબેશથી શહેરની સરકારી જમીન મુક્ત થશે, પરંતુ રહેવાસીઓની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ વચ્ચે વિવાદ ઊભો થયો છે. વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?