ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલેશન, બે કલાકમાં 450 જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરાયાં
કાટમાળ દૂર કર્યા બાદ દિવાલ બનાવી દેવાશે

ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલેશન

ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલેશન
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા બાદ હવે બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરમાં સવારથી ડિમોલશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અજીત મિલ ચાર રસ્તા પાસે એસ.પી ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલી વસાહતના 400થી વધારે નાના મોટાં મકાનો પર બુલડોઝર ફેરવાયું છે.
આ ડિમોલેશન પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. ઘણાં લોકો તો એવા હતા જેમને વટવા વિસ્તારમાં સરકારી વસાહતોમાં મકાન ફાળવી દેવાયા હતા છતાં તેમાંથી અનેક લોકો અહીં આવીને પાછા રહેવા લાગ્યાની જાણકારી મળી હતી.
કાટમાળ દૂર કર્યા બાદ દિવાલ બનાવી દેવાશે
AMC દ્વારા ડિમોલિશન બાદ હવે સમગ્ર કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કાટમાળ દૂર કરાયા બાદ ફરીથી લોકો કબજો ન કરે તે માટે કોર્પોરેશન દ્વારા આ જગ્યા રક દિવાલ બનાવી દેવામાં આવશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરાયું
બાપુનગરમાં આજે સવારથી જ પાંચ જેસીબી અને આઠ જેટલા હિટાચી મશીન દ્વારા મોટા પાયે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોઇ અનિચ્છિનીય ઘટના ન બને તેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!