સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D અંગે યુવતીના આક્ષેપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2 વર્ષથી Ph.D પ્રવેશ પરીક્ષા લેવાઈ નથી
કુલપતિ ડૉ. ઉત્પલ જોશી
કુલપતિ ડૉ. ઉત્પલ જોશી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી Ph.D પ્રવેશ પરીક્ષા લેવાઈ નથી, જે મુદ્દે આજે 4 ઓગસ્ટના રોજ NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન યુવતીઓ પણ રજૂઆત માટે પહોંચી હતી.
જેમાંથી એક યુવતીએ કુલપતિ સમક્ષ ગંભીર આરોપ મૂકતાં કહ્યું કે, "સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવો પડે છે." આ નિવેદન સાંભળીને ત્યાં હાજર રહેલા દરેક જણ સ્તબ્ધ રહી ગયા હતા. આ સમયે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી થોડીવાર હસ્યા પણ હતા અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
આ વિરોધ રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020ના કાર્યક્રમ દરમિયાન થયો હતો, જે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને યુનિવર્સિટીના સહયોગથી યોજાયો હતો. NSUIના દાવા મુજબ, યુનિવર્સિટી UGCની ગાઈડલાઈન્સનું બહાનું બનાવીને 2023 પછીથી Ph.D. પ્રવેશ પરીક્ષા બંધ કરી દીધી છે, જ્યારે ગુજરાત યુનિવર્સિટી, સુરત યુનિવર્સિટી અને વીર નર્મદ યુનિવર્સિટી જેવી બીજી સંસ્થાઓ નિયમિત રીતે પરીક્ષા લઈ રહી છે.
NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરિયા પર પણ સીધા આક્ષેપ કરતા કહ્યું કે, 'જ્યારે શિક્ષણમંત્રી પોતે આ વર્ષે Ph.D. એન્ટ્રન્સ પરીક્ષા આપે છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેમ રદ કરાઈ?'
આ કેસમાં નોંધપાત્ર છે કે, છેલ્લે 16 ડિસેમ્બર, 2023ના રોજ Ph.D. પ્રવેશ પરીક્ષા લેવાઈ હતી, જેમાં 451 ખાલી સીટ માટે 2175 ઉમેદવારોએ હાજરી આપી હતી. આરંભમાં NET ફરજિયાત રાખવામાં આવી હતી, પણ 224માંથી 171 સીટ ખાલી રહી જતા, પહેલા પાસ કરેલા ઉમેદવારોને એડમિશન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ બાદ, કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું કે, “જે વિષયોમાં NET અથવા GSET પાસ ઉમેદવાર ન હોય, તેવા વિષયોમાં પ્રવેશ પરીક્ષા લેવાશે, જે આગામી દોઢ મહિનામાં યોજાશે.”
વિરોધ દરમિયાન NSUIના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પરંતુ કુલપતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પછી વિરોધ શાંત પડ્યો હતો અને કાર્યકર્તાઓ સ્થળ પરથી નીકળી ગયા હતા.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.