ડીસાના એક ગામમાં લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ!
વિજાપુરની પાટીદાર ક્રાંતિ સભામાં વરૂણ પટેલે કર્યો ખુલાસો, બે વર્ષમાં કરાઈ 250 લગ્ન નોંધણી
ભગવાનપુરાના જોગમાયા માતા મંદિરમાં કોમન પૂજારી અને સાક્ષીઓ રાખી લગ્ન નોંધણી કરાતી
ભગવાનપુરાના જોગમાયા માતા મંદિરમાં કોમન પૂજારી અને સાક્ષીઓ રાખી લગ્ન નોંધણી કરાતી
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ થયો છે. પાટીદાર નેતા વરૂણ પટેલે ડીસા તાલુકાના સમૌનાના ગામમાં બે વર્ષમાં 250 જેટલી લગ્ન નોંધણી મામલે સવાલ ઉઠાવી સમગ્ર કૌભાંડનો ખુલાસો કર્યો છે. એક જ મંદિર, એક જ પૂજારી અને કોમન સાક્ષીઓ એફિડેવિટમાં દર્શાવીને લગ્ન નોંધણી કરવામાં આવી હતી. લગ્ન નોંધણી કૌભાંડ મામલે તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા વરૂણ પટેલે માંગ કરી છે.
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં શનિવારે પાટીદાર સમાજની ક્રાંતિ સભા યોજાઈ હતી. પાટીદાર અનામત આંદોલનના મહત્વની ભૂમિકા ભજવનાર વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, સતીષ પટેલ, સુરેશ ઠાકરે, દર્શન પટેલ સહિતના પાટીદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ ફરજીયાત કરવાના મુદ્દે કાયદો બનાવવા માટે ક્રાંતિ સભાનું આયોજન કરાયું હતું.
પ્રેમલગ્ન અટકાવવા લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભાગેડુ પ્રેમલગ્ન અટકાવવાની ઝુંબેશ અને પ્રેમલગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ ફરજીયાત કરવાની માંગમાં તમામ સમાજના આગેવાનોએ સમર્થન જાહેર કર્યું હતું.
આ ક્રાંતિ સભામાં વરૂણ પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના સમૌનાના ગામમાં થયેલા લગ્ન નોંધણી કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો હતો. સમૌનાના ગ્રામ પંચાયતના તલાટી દ્વારા લગ્ન નોંધણી રેકેટ ચલાવવામાં આવતું હોવા અંગે તેમણે પુરાવા સાથે વિગતો રજૂ કરી હતી.
સમૌનાના ગ્રામ પંચાયતમાં બે વર્ષમાં 250 જેટલી લગ્ન નોંધણી કરવામાં આવી હતી. લગ્ન નોંધણી સમયે રજૂ કરેલી એફિડેવિટમાં નોંધણી કરનાર તલાટી, સાક્ષીઓ, પૂજારી કોમન જોવા મળ્યા. તલાટીની બદલી થતાં લગ્ન નોંધણી ઘટીને વર્ષ 2022માં 3 અને 2023માં ફક્ત 2 થઇ ગઇ હતી.
પટેલે ઉમેર્યુ કે, સમૌનાના ગ્રામ પંચાયતમાં લગ્નની ખોટી નોંધણી કરવામાં આવતી હતી. પંચાયતના લગ્ન નોંધણી રજિસ્ટરમાં વર્ષ 2020-21માં 159 લગ્ન અને 2021માં 133 લગ્ન નોંધણી થઈ હતી. જ્યારે તલાટીની બદલી થતાં વર્ષ 2022માં માત્ર 3 અને 2023માં માત્ર 2 લગ્ન નોંધણી થઈ. મોટાભાગની એફિડેવિટમાં લગ્નનું સ્થળ ભગવાનપુરા જોગમાયા માતા મંદિર લખવામાં આવ્યું. જ્યારે સાક્ષીઓ પણ કોમન જોવા મળ્યા. એક જ સાક્ષીની હાજરીમાં લગ્ન નોંધણી કરવામાં આવી હતી.
લગ્ન કરનાર મોટાભાગના યુવક-યુવતીની ઉંમર 18 થી 22 વર્ષની હતી. લગ્ન કરાવનારા પંડિત પાલનપુરમાં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી હતા. ગામના સરપંચ બળવંત જાદવનું કહેવું છે કે, અહીં ક્યારેય કોઈ લગ્ન થયા જ નથી. મંદિરની સામે તબેલો ધરાવનાર કમલેશભાઈએ પણ કહ્યું કે, તેમણે ક્યારેય મંદિરમાં લગ્ન થતાં જોયા નથી. જિલ્લા વિકાસ અધિકારી સ્વપનિલ ખરેએ પણ લગ્ન નોંધણી કૌભાંડ થયાનું સ્વીકાર્યુ છે. તેથી સમગ્ર કૌભાંડ મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?