માંગરોળ હિટ એન્ડ રન: સફાઈકર્મી મહિલાને કારે કચડી
મહિલાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી
ગુજરાતમાં હીટ એન્ડ રન કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.હિટ એન્ડ રન કેસમાં સુરતથી અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના પાલોદ ગામે પેટ્રોલ પંપ પર એક બેફામ કારચાલકે સફાઈ કરતી મહિલાને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થયો હતો. મહિલાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.
સમગ્ર ઘટના થઈ સીસીટીવી કેમેરા કેદ :
માહિતી અનુસાર, પોલાદ ગામમાં આવેલા પેટ્રોલ પંપ પર મહિલા સફાઈકર્મી પોતાનું કામ કરી રહી હતી. આ દરમિયાન એક કાર ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે મહિલા ફગોળાઈને નીચે પટકાઈ ગઈ હતી. જેના કારણે મહિલાને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે.ફરાર કારચાલકને પકડવા તપાસ હાથ ધરી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!