પોતાને ભગવાન ગણાવનાર રમેશ ફેફરે કર્યો આપઘાત
રાજકોટમાં પોતાને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ગણાવનાર રમેશ આપઘાત કર્યો
રમેશ ફેફરે
રમેશ ફેફરે
રાજકોટમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર 'કલ્કી' ગણાવનાર વિવાદાસ્પદ વ્યક્તિ રમેશ ફેફરે પોતાના જ ઘરમાં જીવન ટૂંકાવી લીધું છે. રમેશ ફેફર અગાઉ પણ અનેક વખત પોતાના આ અસામાન્ય દાવાઓને કારણે વિવાદોમાં અને સમાચારોમાં છવાયેલો રહેતો હતો. તે જાહેરમાં અને મીડિયા સમક્ષ પોતે જ ભગવાનનો અવતાર હોવાના દાવાઓ કરતો હતો, જે સમાજના ઘણા લોકો માટે ચર્ચાનો વિષય બન્યો હતો.
કોઈ સુસાઈડ નોટ મળી નથી
જોકે, તેની આ માન્યતા પર શંકા થવા છતાં તે તેના પર અડગ હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી રમેશ ફેફર એકલતા અનુભવી રહ્યો હતો અને માનસિક તણાવમાં હતો.
આ પણ વાંચો: કલ્કિ 2898 એડી શાહરૂખ ખાનની પઠાણને પાછળ છોડી દેતાં બિગ બી રોમાંચિત
મૃતદેહનો કબજો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
પોલીસનું પ્રાથમિક તારણ છે કે, આ માનસિક તણાવ અને એકલતાને કારણે જ રમેશ ફેફરે આ આત્મઘાતી પગલું ભર્યું છે. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ ઘટનાના કારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે. આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર સમાજમાં માનસિક સ્વાસ્થ્ય અને એકલતાના ગંભીર પ્રશ્નોને ઉજાગર કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?