ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.મહેસાણાના કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.કડી શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.કડી અંડરપાસ,કરણનગર રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા :
ઉત્તર ગુજરાતમાં અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.આગામી બીજી અને ત્રીજી જુલાઈના રોજ રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.માછીમારોને પણ આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.ત્યારે રાજ્યમાં આજે બપોરે બે વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.
તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થયા :
કડી શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.ભારે વરસાદના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.કડી અંડરપાસ,કરણનગર રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.વરસાદી પાણી ભરાતા તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે.
ઠેર ઠેર પાણી ભરેલું જોવા મળી રહ્યું છે.ક્યાંક વરસાદી પાણીના કારણે મોટા ભૂવા થયા છે.બધી જગ્યા જાણે નદીઓ વહેતી હોય તેવું થઈ ગયું છે. તંત્રની બેદરકારી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.ક્યાંક વરસાદી પાણીના કારણે ગટરો ખૂલી પણ જોવા મળી રહી છે.અનેક જગ્યા તો લોકોના ઘરની અંદર વરસાદી પાણી ભરાઈ ગયું છે.દરેક જગ્યા પાણી પાણી થઈ ગઈ છે.વરસાદ વધારે હોવાને કારણે ડેમો પણ પાણી થી છલકાવા લાગ્યા છે.ડેમની અંદર નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે.લોકોના જન જીવન ઠપ થયું છે.વધારે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે.ખેડૂતોએ નવા પાક આવ્યા છે તો બધા પાક ને આ વરસાદના કારણે નુકસાન થઈ ગયું છે. ઘણી જગ્યા તો મોટરસાયકલની જગ્યાએ હોડીઓ તરતી થઈ ગઈ છે. લોકોનું જન જીવન ઠપ થઈ ગયું છે.