Mehsana : ખેરાલુ શિક્ષક મંડળી કૌભાંડ, 47 લાખની ઉચાપત, બેદરકારી કે મિલીભગત?
ખેરાલુ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, તત્કાલીન મંત્રી જશુભાઈ ચૌધરીએ 2020 થી 2023 દરમિયાન આ ઉચાપત કરી...!

શિક્ષકોના પરસેવાની કમાણી પર તરાપ...

શિક્ષકોના પરસેવાની કમાણી પર તરાપ...
મહેસાણા (Mehsana) જિલ્લાના ખેરાલુ તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રાથમિક શિક્ષકોની નાણા ધીરનાર સહકારી મંડળી લિ.માં રૂપિયા 47,38,232 ની જંગી ઉચાપત થઈ હોવાની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે નોંધાઈ છે. આ ઘટનાએ શિક્ષકોના ભવિષ્ય અને સહકારી પ્રવૃત્તિની પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
બેદરકારી કે મિલીભગત? કૌભાંડના મૂળિયા કેટલા ઊંડા?
ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકાના શિક્ષકો સાથે સંકળાયેલી આ મંડળીમાં થયેલી ઉચાપત કોઈ નાનીસૂની બાબત નથી. મંડળીના વર્તમાન મંત્રી મયુરાબેન ચૌધરીએ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તત્કાલીન મંત્રી જશુભાઈ ચૌધરીએ 2020 થી 2023 દરમિયાન આ મોટી રકમની ઉચાપત કરી છે. આ સમયગાળામાં થયેલી ઉચાપત દર્શાવે છે કે આ કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ લાંબા સમયથી ચાલતા સુનિયોજિત કૌભાંડનો ભાગ હોઈ શકે છે.
તત્કાલીન કમિટીના 25 સભ્યો સામે ગુનો દાખલ...
સૌથી ગંભીર બાબત એ છે કે, આ ફરિયાદ માત્ર તત્કાલીન મંત્રી જશુભાઈ ચૌધરી પૂરતી સીમિત નથી. પોલીસે તત્કાલીન મંત્રી સહિત કુલ 25 સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં તે સમયના પ્રમુખ અને કમિટીના અન્ય સભ્યોનો પણ સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં લોકો સામે ફરિયાદ નોંધાતા એ પ્રશ્ન ઊભો થાય છે કે શું આ કૌભાંડમાં આટલા બધા સભ્યોની મિલીભગત હતી? કે પછી માત્ર કેટલાકની બેદરકારીને કારણે અન્ય સભ્યો પણ ફસાયા છે? ખેરાલુ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ સત્ય બહાર લાવવું એ પોલીસ માટે એક મોટો પડકાર બની રહેશે.
આ પણ વાંચો : ગુજરાતના ચકચારી કથિત 6 હજાર કરોડ કૌભાંડનો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળ્યાં જામીન, પરંતુ...
શિક્ષકોના પરસેવાની કમાણી પર તરાપ...
પ્રાથમિક શિક્ષકોની મહેનતની કમાણીમાંથી બનેલી આ મંડળીમાં આવી ઉચાપત થવી એ અત્યંત નિંદનીય બાબત છે. શિક્ષકો જે ભવિષ્ય માટે પોતાની બચત મંડળીમાં જમા કરાવે છે, તેમના વિશ્વાસને ઠેસ પહોંચી છે. આ ઘટના સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવને પણ ઉજાગર કરે છે. આ કૌભાંડના પડઘા દૂર સુધી સંભળાશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં આવા કૌભાંડોને અટકાવી શકાય.
આ પણ વાંચો : Baroda ડેરી કૌભાંડ, કેતન ઇનામદારનો પ્રહાર - "આ ઢાંકપિછોડો છે, રેલો MD-ચેરમેન સુધી પહોંચશે!"
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!