ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી ગુમ થયા
જસદણના સાણથલી ગામમાં મહાદેવગીરી બાપુ અજાણ્યા રસ્તે નીકળ્યા

ભારતી આશ્રમ મહાદેવગીરી ગુમ

ભારતી આશ્રમ મહાદેવગીરી ગુમ
જસદણના સાણથલી ગામમાં રહેતા ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાર અચાનક ગુમ થયા છે. વહેલી સવારે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જતાં પરિવારજનો ચિંતિત થયા છે.
થોડી દિવસો પહેલાં મહાદેવગીરી બાપુએ આશ્રમના આંતરિક મુદ્દાઓને લગતા એક નોટ લખી હતી, ત્યારબાદ તેઓ ગુમ થયા. પોલીસ સઘન સર્ચ ઓપરેશન દ્વારા તેમને ઈટાવા ઘોડી વિસ્તારમાંથી અશક્ત હાલતમાં ઝડપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ રજા આપવામાં આવી.
ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદબાપુએ મહાદેવગીરી બાપુના તમામ હોદ્દાઓ દૂર કર્યા અને રાજ્યના કોઈ પણ આશ્રમમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. હોસ્પિટલથી રજા મળ્યા બાદ મહાદેવગીરી બાપુ તેમના પરિવાર સાથે સાણથલી ગામમાં હતા, પરંતુ થોડા દિવસોમાં ફરી અજાણ્યા રીતે ઘરેથી નીકળી ગયા.
ફરી ગુમ થવાને કારણે પરિવાર અને પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?