ભચાઉ નજીક LPG ટેન્કર ધડાકાભેર ફાટ્યું!
ટેન્કરનો અડધો ભાગ ગાયબ, 6-7 વાહનો પણ આગની ચપેટમાં, આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ..

LPG ટેન્કર ધડાકાભેર ફાટ્યું

LPG ટેન્કર ધડાકાભેર ફાટ્યું
કચ્છના ભચાઉ નજીક કટારિયા તીર્થ પાસે આજે,1લી ડિસેમ્બરે સવારે એક અત્યંત ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર LPG ગેસ ભરેલું એક ટેન્કર ધડાકાભેર ફાટ્યું હતું. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે ટેન્કરના કુરચેકૂરચા દૂર દૂર સુધી ઉડી ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, વિસ્ફોટના કારણે લાગેલી ભીષણ આગની લપેટમાં નજીકમાં ઊભેલાં અન્ય છથી સાત જેટલાં ટ્રક અને ટ્રેલર પણ આવી ગયા હતા અને બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે ઘટનાસ્થળે ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા.
ટેન્કર ચાલક સહિત જાનહાનિની આશંકા
આ ભયાનક દુર્ઘટનામાં જાનહાનિ થવાની ગંભીર આશંકા સેવવામાં આવી રહી છે. વિસ્ફોટના કારણે ટેન્કરનો અડધો ભાગ ગાયબ થઈ ગયો હોવાનું કહેવાય છે. ટેન્કર ચાલક ઘટના સમયે કેબિનમાં હાજર હતો કે કેમ, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં ટેન્કરના ચાલક સહિત અન્ય લોકોના મોત થયા હોવાની આશંકા છે, પરંતુ સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર થયો નથી.
દુર્ઘટનાને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
બનાવની જાણ થતાં જ ભચાઉ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સામખિયાળી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા, ટ્રાફિકનું વ્યવસ્થાપન કરવા અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ ટેન્કર ચાલક અંગે પણ સઘન તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?