વાવાઝોડું ફંટાયું પરંતુ તેની અસરથી ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો
વાવાઝોડું ખુદ તો ફંટાઈ ગયું છે, પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી અને ભારે વરસાદ વરસી શકે છે.

વાવાઝોડું ફંટાયુ

વાવાઝોડું ફંટાયુ
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ભલે હવે ફંટાઈ ગયું હોય, પણ તેની અસર હજુ ગુજરાત પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં કમોસમી અને ભારે વરસાદ વરસી શકે છે. રાજ્ય સરકારે એલર્ટ જાહેર કર્યું છે અને લોકોની સલામતી માટે પૂર્વ તૈયારી શરૂ કરી છે.
આ વાતને પગલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તીવ્ર પવન સાથે વરસાદી માહોલ છવાઈ શકે છે. ખાસ કરીને ખેડૂતો માટે આ કમોસમી વરસાદ મોટું જોખમ સાબિત થઈ શકે છે, કારણ કે ઊભા પાકને ભારે નુકસાન થઈ શકે છે.
હવામાન વિભાગે માછીમારોને 25 મે સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. તેમજ જૂનાગઢના માંગરોળના મત્સ્યઉદ્યોગ વિભાગે પણ મહત્ત્વપૂર્ણ સૂચના આપી છે. અરબ સાગરમાં જે લો પ્રેશર સર્જાયું હતું, તે હવે ભલે ડિપ્રેશન ન બન્યું હોય, તેની પાશ્વાગામી અસર હજુ હવામાન પર દેખાઈ રહી છે.
છેલ્લા 24 કલાકમાં જ રાજ્યના 55થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ રાજકોટમાં નોંધાયો, જ્યારે અમરેલીના વડીયામાં 1.89 ઇંચ અને સુરતના માંગરોળમાં 1.38 ઇંચ વરસાદ પડ્યો છે. અન્ય જિલ્લાઓમાં પણ પોણા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન નિષ્ણાતો દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે, 30 મે સુધી કમોસમી વરસાદ ચાલુ રહી શકે છે, અને સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા પણ છે. ગુજરાત માટે આ અસામાન્ય વાતાવરણ ખેતી અને જનજીવન બંને માટે પડકારરૂપ બની શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?