વીજ કંપનીના કર્મચારીઓ ઉપર સ્થાનિકનો હુમલો!
લાઈટબિલ ન ભરતા માથાભારે ગ્રાહકે ગાળાગાળી કરીને કર્મચારીને માર માર્યો, ઘટના બાદ આરોપી ફરાર.

વીજ કંપનીના કર્મચારીઓ ઉપર સ્થાનિકનો હુમલો

વીજ કંપનીના કર્મચારીઓ ઉપર સ્થાનિકનો હુમલો
વડોદરા શહેરમાં અસામાજિક અને માથાભારે તત્ત્વોનો આતંક સતત વધી રહ્યો છે. શહેરમાં લાઈટ બિલ ન ભરનારા ગ્રાહકો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે વીજ કનેક્શન કાપવા ગયેલા વીજ કંપનીના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પાણીગેટ વિસ્તારમાંથી સામે આવી છે.
મળતી વિગતો મુજબ, પાણીગેટના બાવામાનપુરા વિસ્તારમાં વીજ બિલ બાકી હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ લાઇન કટ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન વીજ ગ્રાહકો દ્વારા કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગ્રાહકોએ પટ્ટા અને ગડદાપાટુ દ્વારા કર્મચારીઓને માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
મીટર ઝૂંટવી લેવાનો પ્રયાસ અને ફરાર
આ ઘટનામાં નુસરત ભોજાવાલા નામના ગ્રાહકે વીજકર્મીઓ સાથે ગાળાગાળી કરીને માર માર્યો હતો અને તેમના હાથમાંથી મીટર ઝૂંટવી લેવાની કોશિશ પણ કરી હતી. વીજ કંપનીના કર્મચારીઓને માર મારવામાં આવ્યો હોવાનો વિડિયો પણ વાયરલ થયો છે.
નોંધનીય છે કે વડોદરામાં પંદર દિવસમાં વીજ કર્મચારીઓ પર હુમલાની આ બીજી ઘટના છે. સતત થતા આવા હુમલાઓને કારણે વીજ કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટના બાદ હુમલો કરનાર આરોપી નુસરત ભોજાવાલા પોતાના ઘરેથી ફરાર થઈ ગયો છે. આ મામલે વીજકર્મીઓએ પાણીગેટ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.
વડોદરામાં અગાઉ MGVCLની વિજિલન્સ ટીમે યાકુતપુરા, વાડી, પાણીગેટ અને કાગડા ચાલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં 6 કલાક સુધી મેગા ડ્રાઇવ હાથ ધરી હતી, જેમાં કુલ 1782 વીજ જોડાણોની સઘન તપાસ કરવામાં આવી. આ ચેકિંગ દરમિયાન 62 સ્થળોએથી કુલ ₹57.06 લાખની વીજ ચોરી પકડાઈ હતી.
ટીમે મીટર રીડિંગ, લોડ અને ગેરકાયદેસર સીધી લાઈન જોડાણોની વિગતવાર ચકાસણી કરી હતી. વિજિલન્સ ટીમ આવતા જ ગેરકાયદેસર જોડાણો દૂર કરવા માટે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, જેથી ગેરકાયદેસર વીજ વપરાશ કરનારાઓ સામે નોટિસ આપીને દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?