જંબુસર નજીક દરિયાકાંઠે બોટ પલટી
બોટ માલિકનું મોત, એક શ્રમિક હજુ લાપતા, 23ને સુરક્ષિત બચાવાયા

દરિયાકાંઠે બોટ પલટી

દરિયાકાંઠે બોટ પલટી
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક શનિવારે (6 ડિસેમ્બર) સાંજે આસરસા ખાડીમાં ONGCના ઓઇલ-ગેસ સર્વે માટે જઈ રહેલી બોટ અચાનક પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બોટ માલિક રોહિતભાઈ વસાવાનું મોત થયું છે, જ્યારે એક શ્રમિક નરેશ રાઠોડ (ઉં.વ. આશરે 30) હજુ લાપતા છે. બાકીના 23 શ્રમિકોને સ્થાનિક માછીમારો અને ગામલોકોએ સુરક્ષિત બહાર કાઢ્યા છે.
કેવી રીતે થઈ દુર્ઘટના?મૃતક રોહિતભાઈના પુત્ર પ્રતીક વસાવાએ જણાવ્યું: “પાણીની ભરતી આવી એટલે એકસાથે 50-60 લોકો બોટમાં ચઢી ગયા. કોઈએ લાઇફ જેકેટ પણ નહોતા પહેર્યા. બોટ એક તરફ નમી અને પલટી ગઈ. મારા પિતા કેબિનમાં ફસાઈ ગયા.”
બચી ગયેલા શ્રમિક ગોપાલ દાસે કહ્યું: “અમે લંગર લેવાની તૈયારી કરી રહ્યા હતા, એટલામાં બોટ હલવા લાગી અને 5-7 સેકન્ડમાં જ ઊંધી વળી ગઈ.”
પ્રોજેક્ટની પૃષ્ઠભૂમિજંબુસરના ધારાસભ્ય દેવકુમારસિંહ (ડી.કે.) સ્વામી ઘટના બાદ હોસ્પિટલ પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું.પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસાત હાથ ધરી છે. લાપતા નરેશ રાઠોડની શોધખોળ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?