અમરેલીના ખાંભા નજીક દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો
દીપડાએ બાળકને ઢસડીને લઇ ગયા બાદ તેનો શિકાર કર્યો

અમરેલીના ખાંભા નજીક દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો

અમરેલીના ખાંભા નજીક દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો
અમરેલીના ખાંભા નજીકના ગામમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. ખાંભા ગામ પાસે આવેલા પચપચીયા ગામમાં દીપડાએ 10 વર્ષના સગીરને ફાડી ખાધો છે. આ બાળકના માત્ર હાથ અને પગ સહિતના અવશેષો જ મળી આવ્યા છે.
અમરેલીના પચપચીયા ગામમાં દીપડાએ મચાવેલા હાહાકારથી લોકો ફફડી ઉઠ્યા છે. મળેલી માહિતી મુજબ પચપચીયા ગામના ખેતરમાં ખુલ્લામાં સુતેલા 10 વર્ષના બાળક મયુર સોરઠીયાને દીપડો ઉઠાવી ગયો હતો અને તેને 500 મીટર સુધી ઢસડીને તેને ફાડી ખાધો હતો
આ ઘટના અંગે તત્કાળ વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી. તપાસમાં બાળકના માત્ર હાથ-પગ સહિતના અવશેષો હાથ લાગ્યા હતા. બાળકના મૃતદેહને ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યો છે. દીપડાના આતંકના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય જોવા મળ્યો છે તો બીજી તરફ બાળકના પરિવાર પર આભ તુટી પડ્યું હતું.
આદમખોર દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમો કામે લાગી છે અને દીપડાનું લોકેશન શોધી તેને પાંજરે પુરવાની કામગિરી શરુ કરાઇ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.