સુરત બન્યું દેશનું સૌથી સુરક્ષિત શહેર
NCRB રિપોર્ટમાં થયો ખુલાસો

AI જનરેટેડ

AI જનરેટેડ
NCRB 2024: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા “ક્રાઈમ ઇન ઇન્ડિયા-2024” અહેવાલમાં સુરત શહેરે કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત શહેર મુખ્ય ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળના ગુનાઓના દરમાં દેશના સૌથી સુરક્ષિત મેટ્રો શહેરોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.NCRBના આંકડા મુજબ સુરતનો કુલ ક્રાઈમ રેટ 1377.7 નોંધાયો છે, પરંતુ તેમાં ગુજરાતમાં દારૂબંધીના કડક અમલને કારણે નોંધાયેલા 33,643 પ્રોહિબિશનના કેસોનો સમાવેશ થાય છે.
આ કેસોને બાદ કરતાં સુરતનો વાસ્તવિક IPC ક્રાઈમ રેટ માત્ર 275.0 રહે છે, જે દેશના 19 મેટ્રોપોલિટન શહેરોમાં સૌથી નીચા દરોમાંનો એક છે.દિલ્હીનો IPC ક્રાઈમ રેટ 1988.0, જયપુરનો 802.8 અને નાગપુરનો 632.0 નોંધાયો છે, જ્યારે સુરતનો દર માત્ર 275.0 છે. આથી સુરતમાં દિલ્હીની સરખામણીમાં લગભગ 7 ગણો અને જયપુરની સરખામણીમાં 3 ગણો ઓછો ગુનાદર નોંધાયો છે.19 મેટ્રો શહેરોમાં IPC ગુનાદરમાં સુરત સૌથી નીચા ક્રમે : દિલ્હી કરતા 7 ગણો, જયપુર કરતા 3 ગણો ઓછો ક્રાઈમ રેટમહિલા સુરક્ષા, ચોરી, લૂંટ અને હિંસક ગુનાઓમાં સુરતનું શ્રેષ્ઠ પ્રદર્શન
મહિલા સુરક્ષા મામલે સુરત આગળ
મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સુરતનો દર માત્ર 37.6 નોંધાયો છે, જ્યારે દિલ્હીમાં આ દર 181.0 છે. એટલે કે મહિલાઓ સામેના ગુનાઓમાં સુરતનો દર દિલ્હીની સરખામણીમાં લગભગ પાંચ ગણો ઓછો છે. અપહરણ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓમાં પણ સુરતનો દર રાષ્ટ્રીય સરેરાશથી નીચો રહ્યો છે.
ચોરી અને લૂંટના ગુનાઓમાં સૌથી નીચા શહેરોમાં સુરત
મિલકત સંબંધી ગુનાઓમાં સુરતે નોંધપાત્ર સફળતા મેળવી છે. ચોરીનો દર માત્ર 38.9 અને લૂંટનો દર માત્ર 0.7 નોંધાયો છે. દિલ્હીમાં ચોરીનો દર 1288.6 અને લૂંટનો દર 26.0 હોવાથી સુરતમાં ચોરી લગભગ 33 ગણી અને લૂંટ 37 ગણી ઓછી નોંધાઈ છે.
હિંસક ગુનાઓ પર અસરકારક નિયંત્રણ
હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી અને રાયોટિંગ જેવા હિંસક ગુનાઓનો દર સુરતમાં માત્ર 23.7 નોંધાયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 45.2 કરતાં ઘણો ઓછો છે. આ દર્શાવે છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રીતે જળવાઈ રહી છે.
પોલીસ તંત્રના સંયુક્ત પ્રયાસોનું પરિણામ
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ પ્રિવેન્શન, ક્રાઈમ ડિટેક્શન, ટેક્નોલોજી આધારિત પોલીસિંગ, કોમ્યુનિટી પોલિસિંગ અને સતત પેટ્રોલિંગ જેવી કામગીરીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. સેક્ટર-1 અને સેક્ટર-2ના સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ટ્રાફિક શાખા તેમજ તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓના સહિયારા પ્રયાસોના પરિણામે સુરત શહેરે આ સિદ્ધિ મેળવી છે.
ભ્રામક પ્રચારથી સાવચેત રહેવાની જરૂર
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રોહિબિશનના આંકડાને આધારે સુરતને અસુરક્ષિત શહેર તરીકે દર્શાવતી કેટલીક પોસ્ટ વાયરલ થઈ હતી. જોકે NCRBના વિગતવાર આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે મુખ્ય IPC ગુનાઓના મામલે સુરત દેશના સૌથી સુરક્ષિત શહેરોમાં સ્થાન ધરાવે છે. તેથી નાગરિકોએ અધૂરી માહિતીના આધારે ભ્રમિત થવાને બદલે સત્તાવાર આંકડાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ.
સુરત કેમ બન્યું સુરક્ષિત શહેર?
IPC ક્રાઈમ રેટ માત્ર 275.0
મહિલાઓ વિરુદ્ધ ગુનાઓનો દર માત્ર 37.6
ચોરીનો દર માત્ર 38.9
લૂંટનો દર માત્ર 0.7
હિંસક ગુનાઓનો દર રાષ્ટ્રીય સરેરાશથી ઘણો ઓછો
અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં ટેક્નોલોજી આધારિત પોલીસિંગ
19 મેટ્રો શહેરોમાં સુરત સૌથી સુરક્ષિત શહેરોમાં સામેલ
પ્રોહિબિશનના 33,643 કેસોને કારણે કુલ ક્રાઈમ રેટ ઊંચો દેખાય છે, પરંતુ IPC ગુનાઓમાં સુરત દેશના શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન ધરાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.