Kutch ની અસલ બન્ની નસલની ભેંસ આટલા લાખમાં વેચાઇ
બન્ની નસલની ભેંસો માત્ર દૂધ ઉત્પાદન માટે નહીં, પરંતુ તેમના દેખાવ અને પ્રદર્શન માટે પણ જાણીતી

બન્ની નસલની ભેંસો માત્ર દૂધ ઉત્પાદન માટે નહીં, પરંતુ તેમના દેખાવ અને પ્રદર્શન માટે પણ જાણીતી

બન્ની નસલની ભેંસો માત્ર દૂધ ઉત્પાદન માટે નહીં, પરંતુ તેમના દેખાવ અને પ્રદર્શન માટે પણ જાણીતી
કચ્છનો પશુપાલન સંસ્કૃતિથી ભરેલો પ્રદેશ હંમેશા પોતાની દુધારૂ ઢોર માટે ઓળખાય છે. તાજેતરમાં લખપત તાલુકાના સાનધ્રો ગામે બનનાર એક સોદાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા ઉભી કરી છે. અહીં અસલ બન્ની નસલની ભેંસ રૂ. 14 લાખમાં વેચાઈ છે — જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલા ઊંચા ભાવ સાથે થયેલો સોદો છે.
આ ભેંસ પોતાની દૈનિક 27 લીટર દૂધની ક્ષમતા, ચમકતા કાળા રંગ, તંદુરસ્ત શરીર અને ચુડકંઢી શીંગડાના લીધે ખૂબ જાણીતી બની છે. તેની આકર્ષક દેખાવ અને શાંતિપૂર્ણ સ્વભાવ એ અન્ય કોઈ પણ નસલની તુલનાએ તેને વિશિષ્ટ બનાવે છે.
ભેંસને ભુજ નજીકના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુંએ ખરીદી છે, જ્યારે તેને વેચનાર ગાજીભાઈનો પરિવાર પેઢીદીઠ પશુપાલનમાં સંકળાયેલો છે અને હાલમાં 80 જેટલી ભેંસો ધરાવે છે. આ પરિવાર બન્ની નસલના સંવર્ધન અને વિકાસ માટે ઓળખાય છે.
બન્ની નસલની ભેંસો માત્ર દૂધ ઉત્પાદન માટે નહીં, પરંતુ તેમના દેખાવ અને પ્રદર્શન માટે પણ જાણીતી છે. તરણેતર જેવા લોકપ્રિય મેળાઓમાં આ નસલની ભેંસો હંમેશા વિજેતા રહે છે. સામાન્ય રીતે કચ્છમાં આવા સોદા રૂ. 5થી 7 લાખ સુધીના થાય છે, પણ આ 14 લાખના સોદાએ બન્ની નસલના મૂલ્ય અને મહત્વમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો--- ગુજરાતમાં ચોમાસાની ધારદાર એન્ટ્રી, 'વિકાસ'ના દાવાઓ ધોવાયા, તંત્રની પોલ ખુલ્લી!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?