કચ્છના આદિપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જ્યાં 16 વર્ષીય સગીરાનું બે અજાણ્યા શખ્સોએ અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવા પ્રયાસ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યું હોવાની ફરિયાદ કરાઇ છે.આ મામલે સગીરાના ભાઈએ બે અજાણ્યા આરોપી સામે આદિપુરમાં ફરિયાદ નોંધાવી હતી.આદિપુર પોલીસે પોક્સો, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને બંને યુવકની ધરપકડ કરી છે.
જાણો શું છે મામલો :
મળતી માહિતી અનુસાર,સગીરા પોતાના પરિચિત સગીર યુવાન સાથે ગુરુવાર ના રોજ સાંજના સમયે શનિદેવ મંદિર ખાતે ગઈ હતી.આ દરમિયાન રસ્તામાં બે અજાણ્યા યુવાનોએ તેમને ઊભા રાખ્યા હતા.તેમને પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી હતી.ત્યારબાદ બે પૈકી એક શખ્સે સગીરાને બાઈક પાછળ બેસાડી હતી.તેમજ અન્ય એક શખ્સ સગીર વયના કિશોરને બાઈક પાછળ બેસાડ્યો હતો.ત્યારબાદ આવારી જગ્યાએ લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.સગીરાએ વિરોધ કરતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આરોપીએ સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
આવા નારાધ્યમો પર પોલીસ દ્વારા કોઈ એક્શન લેવું જોઈએ.આવા લોકોને જે રીતે તેમને છોકરી સાથે આવું કૃત્ય કર્યું તેનાથી ખરાબ રીતે તેમની સાથે થવું જોઈએ.આવા લોકોને આટલી બધી હિંમત ક્યાંથી આવી જાયે આવું કૃત્ય કરવામાં માટે આવા લોકોને કડકથી કડક એવી સજા થવી જોઈએ જેનાથી તેવો જીવનમાં બીજી વાર આવું કૃત્ય હરકત ના કરી શકે દેશમાં રોજ બરોજ આવા દુષ્કર્મના અનેક બનાવ બનતા હોય છે. આવા લોકોને આવી રીતે ખુલ્લા ના મુકાય શકાય અને જો આવા લોકોને સજા નહિ મળે તો તમને બીજી વાર આવું કૃત્ય કરવાની હિંમત આવી જશે અને તેવો આવું કરવાથી નહિ ડરે આવા લોકો માટે કોઈ ચોક્કસ કાયદો બનાવો જોઈએ જેનાથી આવા દુષ્કર્મ આચાર્વાનુ બંધ થઈ શકે.
કચ્છ ઈસ્ટ પોલીસ એક્શનમાં :
સમગ્ર મામલાની જાણ સગીરા સાથે રહેલા કિશોર દ્વારા સગીરાના ભાઈને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું.સગીરાના ભાઈ દ્વારા પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી કચ્છ ઈસ્ટ પોલીસ હરકતમાં આવી હતી.ગણતરીની જ કલાકોમાં કચ્છ ઈસ્ટ પોલીસ દ્વારા ગંભીર ગુનાને અંજામ આપનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.હાલ આ બનાવ સંદર્ભે ભોગ બનનાર તેમજ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે.